<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

૧૧ પી.આઇ. ૧૬ પો.સ.ઇ. બદલાયાઃ દ્વારકા જિલ્લા પોલીસ વડાનું મોટું બદલી ઓપરેશન

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૬: દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળા દ્વારા કાયદો વ્‍યવસ્‍થા સંદભેમાં સ્‍થિતિ જાળવવાની સાથોસાથ વારંવાર અધિકારીઓની કામ કરવાની પધ્‍ધતી કામગીરી ઉપરથી બદલીઓનો દોર પણ વારંવાર કરતા હોય ગઇકાલે અત્‍યાર સુધીનો સૌથી મોટો દોર ર૭ પોલીસ અધિકારીઓની સામૂહિક બદલીઓનો કર્યો હતો.

એક સાથે ૧૧ પોલીસ ઇન્‍સપેકટરોની સામૂહિક બદલીઓ કરવામાં આવી હતી જેમાં દ્વારકા પો.ઇ. વી.કે. કોડીયાને ભાણવડ મુકાયા છે. લીવ રીઝર્વના ડી.એચ. ભટ્ટ ને એ.એસ. ટી.યુ.માં સલાયા પો.ઇ. એમ.વી. ગજજરને લીવ રીઝર્વમાં, પો.ઇ. મહીલા પોલીસ સ્‍ટેશન જે.એમ. ચાવડાને સલાયા મરીનમાં, ભાણવટ પો.ઇ. કે.જે. કરપટા ને દ્વારકાધીશ મંદિર સુરક્ષામાં, એમ.જી. જાડેજા પો.ઇ. વાડીનાર મરીનને દ્વારકા પો. સ્‍ટેશનમાં, કે.એસ. ગરચર પો.ઇ. સાયબર ક્રાઇમને મીઠાપુર પો. સ્‍ટેશનમાં, મીઠાપુર પો.ઇ. એસ.આર. પરાડી ને બેટદ્વારકા પો. સ્‍ટેશનમાં, એચ.જી. રાઠોડ પી.આઇ. લીવ રીઝર્વ ને સાયબર ક્રાઇમ પી.આઇ. તરીકે એસ. એસ. ગામેતી પી.આઇ. લીવ રીઝર્વને દ્વારકાધીશ મંદિર સુરક્ષામાં તથા ટી.સી. પટેલને દ્વારકાધીશ મંદિર સુરક્ષાની વાડીનાર મરીનમાં મુકવામાં આવ્‍યા હતા.

જિલ્લા પોલીસ વડા દ્વારા સોળ પો.સ.ઇ.ની પણ સામૂહિક બદલીના હુકમો કર્યા છે જેમાં જે.એમ. અગ્રાવત ને મીઠાપુરની રીડર શાખા ખંભાળિયામા, એમ.આર. બારડને ઓખા મરીનથી ભાણવડ, એસ.એસ. ચૌહાણ ને પેરોલ ફલો સ્‍કવોડની રીડર ડી.વાય. એસ.પી. એસ.સી. એસ.ટી. સેલ, કલ્‍યાણપુર પો.સ.ઇ. વિનોદ શુકલને દ્વારકાધીશ મંદિર સુરક્ષામા, કે.એમ. જાડેજા ને રીડરથી ઓખા મરીન પો. સ્‍ટેશનમાં, કે.કે. મારૂ પો.સ.ઇ. બેટ દ્વારકાને ખંભાળિયા પોલીસ સ્‍ટેશનમાં, ડી.એ.વાળા ને દ્વારકા પો.સ્‍ટેશનની લીવ રીઝર્વમાં, એ.એચ. હરસોડા ને દ્વારકા મંદિર સુરક્ષાની મહીલા પોલીસ સ્‍ટેશનમાં, બી.કે. કડછા ને ભાણવડથી સાયબર ક્રાઇમમાં, જે.ટી. ચાવડાને લીવ રીઝર્વમાંથી ખંભાળિયા પોલીસ સ્‍ટેશનમાં, એમ.આર. રાજપૂત ને ફીડરમાંથી ટ્રાફિક જિલ્લા શાળામાં, આર.આર. ઝરૂ બેટ દ્વારકાથી જિલ્લા કંટ્રોલરૂમમાં, વી.એચ. શીંગરખીયાને ઓખા મરીનથી લીવ રીઝર્વમાં, એમ.આર. સવસેટા ને કલ્‍યાણપુર પો. સ્‍ટેશનમાં લીવ રીઝર્વમાં, એસ.કે. બારડને સાયબર ક્રાઇમથી કલ્‍યાણપુર પો. સ્‍ટેશનમાં તથા વાડીનાર પો.સ.ઇ. આર.એચ. સુવાને ભાણવડ પો. સ્‍ટેશનમાં બદલી કરવાનો હુકમ કરાયો છે

(1:43 PM IST)