<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

પોરબંદર ચોપાટીને કચરા મુકત કરવાના શ્રમ યજ્ઞમાં અર્જુનભાઇ જોડાયા

વિશ્વ પર્યાવરણ દિને ચોપાટી ઉપર એક કિલોમીટરથી વધુ વિસ્‍તારમાં સતત સફાઇ, અભિયાન ચાલ્‍યુઃ શહેરીજનોને સ્‍વચ્‍છ અને સુંદર શહેર માટે પર્યાવરણ સુરક્ષાનો પ્રેરક સંદેશ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૬ :..  વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વહીવટી તંત્ર અને વિવિધ સંસ્‍થાઓના સંયુક્‍ત ઉપક્રમે  ચોપાટી ખાતે દરિયાઈ જીવસળષ્ટિના સંરક્ષણ અને પર્યાવરણ જાગળતિના ઉદ્દેશ સાથે બીચ ક્‍લિન-અપ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જોડાયા  હતા. તેઓએ સતત એક કલાક સુધી ચોપાટી પર એક કિલોમીટરથી વધુ વિસ્‍તારમાં શ્રમ યજ્ઞમાં જોડાઈને પોરબંદર વાસીઓને સ્‍વચ્‍છ અને સુંદર શહેર માટે -રાજ્‍ય માટે પર્યાવરણની સુરક્ષા સાથે સ્‍વચ્‍છતાનો જીવન મંત્ર કેળવવા પ્રેરક સંદેશ આપ્‍યો હતો.

સ્‍વચ્‍છતા માત્ર અભિયાન નહીં પરંતુ જીવનશૈલી બનાવી  જોઈએ. જો દરેક નાગરિક સ્‍વચ્‍છતાને પોતાના જીવનનો મંત્ર બનાવે તો આવનારી પેઢી માટે સ્‍વચ્‍છ, હરિયાળું અને રહેવા લાયક સુંદર -સ્‍વચ્‍છ ભારત, ગુજરાત અને પોરબંદરનું નિર્માણ કરી શકાશે. તેમણે નાગરિકોને કચરો જાહેર સ્‍થળોએ ન ફેંકવા, કચરાપેટીનો ઉપયોગ કરવા, પ્‍લાસ્‍ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા તથા કચરાના વિભાજન (સેગ્રિગેશન) પર ભાર મૂકવા અપીલ કરી હતી. સાથે જ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પર્યાવરણના સંરક્ષણ અને સ્‍વચ્‍છતાનો સંકલ્‍પ લેવા અનુરોધ અર્જુનભાઇએ કર્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન મંત્રી અર્જુનભાઇ સહિતના મહાનુભાવોએ દરિયાકિનારેથી પ્‍લાસ્‍ટિક અને અન્‍ય કચરો એકત્ર કરી દરિયાઈ જીવસળષ્ટિના સંરક્ષણ, પર્યાવરણ જતન અને કુદરતી સંસાધનોના સંવર્ધન માટે સામૂહિક જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્‍યો હતો.કાર્યક્રમ દરમિયાન દરિયાકિનારે પડેલો પ્‍લાસ્‍ટિક અને અન્‍ય કચરો એકત્ર કરી દરિયાઈ પર્યાવરણના જતન અને સ્‍વચ્‍છતા અંગે જનજાગળતિનો મહત્‍વપૂર્ણ સંદેશ આપવામાં આવ્‍યો હતો. બ્રહ્મ ાકુમારી સંસ્‍થા, શહેરની પર્યાવરણ જાગળતિ સંસ્‍થાઓ, મહાનગરપાલિકા સહિત વિવિધ સંસ્‍થાઓના પ્રતિનિધિઓને પણ વિશ્વ પર્યાવરણ દિવસે  મંત્રીશ્રીએ સ્‍વચ્‍છ અને પ્રદૂષણ મુક્‍ત શહેરના નિર્માણ માટે કાર્યરત સૌ કોઈને શુભકામના પાઠવી હતી. મંત્રીશ્રીએ સફાઈ કામદારોને  પ્રોત્‍સાહિત કર્યા હતા.

આ બીચ ક્‍લિન-અપ ડ્રાઈવમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર  સાગરભાઇ મોદી, ડેપ્‍યુટી મેયર  મનીષ શિયાળ, જિલ્લા કલેક્‍ટર  એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી  બી.બી. ચૌધરી, મ્‍યુનિસિપલ કમિશનર  હસમુખ પ્રજાપતિ અને જિલ્લા પોલીસ અધિક્ષક  ભગીરથસિંહ જાડેજાએ હાજરી આપી હતી. તેમની સાથે નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ ચાંદગુડે, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ  હર્ષ ગોહિલ સહિતના અન્‍ય આગેવાનો, વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓ અને સ્‍થાનિક નાગરિકોએ  આ અભિયાનમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

(12:01 PM IST)