News of Saturday, 6th June 2026
નવા બાંધકામો સાથે વૃક્ષારોપણ ફરજિયાત કરવા કાયદાકીય જોગવાઈની
હિમાયત, મેન્ગ્રુવ્સ વધારવા પરિણામલક્ષી કામગીરીની જરૂરઃપરિમલભાઈ નથવાણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગરના ટાઉન હોલ ખાતે રાજ્ય કક્ષાનો વિશેષ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વન અને પર્યાવરણ પ્રેમી રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટાઉન હોલના પ્રાંગણમાં કદંબનું વળક્ષ રોપીને પર્યાવરણ જાગળતિ અભિયાનમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે લોહાણા મહાજનના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ લાલ અને નવાનગર નેચર કલબના વિજયસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાસંગિક ઉદ્વોધન કરતા સાંસદ પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પ્રત્યેક નવાં બનતાં બાંધકામોની સાથે નિヘતિ સંખ્યામાં વળક્ષો વાવવાની કાયદાકીય જોગવાઈ કરવાની હિમાયત કરી હતી. તેમણે રિફાઈનરીના જમીન સંપાદનમાં કોર્ટના આદેશથી ઊભી થયેલી વિટંબણાઓ વચ્ચે સ્વ. ધીરુભાઈ અંબાણીના માર્ગદર્શન હેઠળ કરેલી કામગીરીનો વિસ્તળત ખ્યાલ આપ્યો હતો. ગ્રીનબેલ્ટના નિર્માણ દ્વારા પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે યોગદાન આપવાનો પ્રારંભ કર્યો હતો એવી જાણકારી પણ તેમણે આપી હતી.
શ્રી નથવાણીએ મેન્ગ્રુવ્સનું પ્રમાણ વધારવા માટે પરિણામલક્ષી કામગીરીની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. વધુમાં તેમણે જામસાહેબને પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે કરેલી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસે જામનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આયોજકોને પણ બિરદાવ્યા હતા. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
