News of Saturday, 6th June 2026
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હણોલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપના જનપ્રતિનિધિઓનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો, જિલ્લા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત
“જનતાએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરી વિકાસના કામોને વેગ આપવો એ આપણી પ્રાથમિકતા છે” - જિલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાના નવનિર્વાચિત સદસ્યોનું ખેસ પહેરાવી સન્માન કરાયું, કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા દ્વારા હણોલ ખાતે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપના જનપ્રતિનિધિઓનો ભવ્ય અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં વિજેતા થયેલા ભાજપના સદસ્યોનું ખેસ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ અભિવાદન સમારોહમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ સહિત જિલ્લા સંગઠનના મહામંત્રીઓ, હોદ્દેદારો, મંડલ પ્રમુખો, તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે સંબોધન કરતા જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું કે, "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીત એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓ પર જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતિક છે. હવે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી છે કે જનતાએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરી પોતપોતાના વિસ્તારમાં વિકાસના કામોને વેગ આપે અને છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચાડે."
સ્થાનિક સ્વરાજ્યમાં મળેલી સફળતા બાદ યોજાયેલા આ અભિવાદન સમારોહને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નવનિર્વાચિત સદસ્યોએ પક્ષના સંગઠન અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને જનતાની સેવા માટે હંમેશા તત્પર રહેવાની ખાતરી આપી હતી. કાર્યક્રમના અંતે તમામ વિજેતા જનપ્રતિનિધિઓ સાથે ગ્રુપ ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
