News of Monday, 8th June 2026
પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર યાત્રીઓ વચ્ચે ફરી આવી ચડયો સિંહ
યાત્રિકો દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવતાં વનવિભાગની ટીમ દોડતી થઈ

અમદાવાદઃ યાત્રાધામ પાલિતાણાના શેત્રુંજય પર્વત પર ફરી એક વાર ગીરના સાવજનો ખોફ જોવા મળ્યો છે. વેકેશનની રજાઓને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પર્વત પર જઈ રહ્યા હતા ત્યારે યાત્રિકોની અવરજવર વચ્ચે અચાનક જ જંગલનો રાજા આવી ચડ્યો હતો. યાત્રાના મુખ્ય માર્ગ પર સિહ આવી જતાં શ્રદ્ધાળુઓમાં ફફડાટ ફેલાયો હતો.
સિંહને જોઈને ગભરાયેલા યાત્રીઓ તાત્કાલિક પાછળ હટી ગયા હતા અને દૂર ચાલ્યા ગયા હતા. આ અફરાતફરી દરમ્યાન કેટલાક પ્રવાસીઓએ પોતાની બેગ રસ્તા પર જ છોડી દીધી હતી. એમાંથી એક યાત્રાળુની બેગ સિહ પોતાના મોંમાં ઉપાડીને જંગલ તરફ ચાલ્યો ગયો હતો. યાત્રિકો દ્વારા આ વિશે તાત્કાલિક જાણ કરવામાં આવતાં વનવિભાગની ટીમ દોડતી થઈ હતી. તેમણે સિહને ખસેડવાની સાથે-સાથે યાત્રાળુની બેગ પણ પાછી અપાવી હતી.
ઉલ્લેખનીય છે કે શેત્રુંજય પર્વત લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલો હોવાથી ત્યાં સતત અવરજવર રહે છે અને સાથે જ આ વિસ્તારમાં સિહોનું પણ નિયમિત વિચરણ જોવા મળે છે. જોકે સદ્નસીબે અત્યાર સુધી સિહોએ ક્યારેય માણસો પર હુમલો કર્યો નથી.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
