News of Monday, 8th June 2026
કાળમુખો હાર્ટ એટેક: જામનગરની 14 વર્ષની માસુમ દીકરીનો રમતા રમતા લીધો ભોગ : જુઓ વિડીયો
રાજકોટમાં મામાના ઘરે પુરુષોત્તમ માસ નિમિત્તે ગયેલી આનંદી રાજેશભાઈ મોદી રેસ્ટોરન્ટમાં રમતા રમતા ઢળી પડી : સારવાર પહેલા જ મોત : પરિવારમાં શોક

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮ : એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટનામાં જામનગરની માત્ર 14 વર્ષની માસુમ દીકરીનો કાળમુખા હાર્ટ એટેકે ભોગ લીધો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
જામનગર શહેરના ચાંદી બજાર, મોટું ફરી નજીક રહેતા રાજેશભાઈ મોદીની 14 વર્ષીય પુત્રી આનંદી રાજેશભાઈ મોદી પુરુષોત્તમ મહિના નિમિત્તે રાજકોટ ખાતે પોતાના મામાના ઘરે ગઈ હતી.
ગઈકાલે સાંજના સુમારે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. જમ્યા બાદ બાળકો રેસ્ટોરન્ટમાં રમતા હતા. તે દરમિયાન આનંદી એકાએક ભાગતા ભાગતા જમીન ઉપર ઢળી પડી હતી.
પરિવારજનો તાત્કાલિક તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરોએ તપાસ કરતા તેને મૃત જાહેર કરી. કાળમુખા હાર્ટ એટેકે માસુમ બાળકીનો ભોગ લઈ લીધો હતો.
માત્ર 14 વર્ષની ઉંમરે જ હાર્ટ એટેકથી મોત થવાની આ ઘટનાથી લોકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. નાની ઉંમરમાં હૃદયરોગના વધતા જતા કિસ્સાઓ સમાજ માટે ચેતવણીરૂપ છે. આનંદીના અકાળે અવસાનથી મોદી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નાની ઉંમરમાં છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો કે ચક્કર આવે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. નિયમિત આરોગ્ય તપાસ કરાવવી હિતાવહ છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
