News of Monday, 8th June 2026
ઉપલેટામાં પવિત્ર પુરુષોતમ માસ નિમિત્તે ગોપી મહિલા સત્સંગ મંડળ દ્વારા ઠાકોરજીને છપ્પન ભોગ ધરાવ્યો

ઉપલેટાઃઅહિંની દેવરામ શેરીમાં કિરણબેન માવાણીના નિવાસ્થાને ગોપી મહિલા સત્સંગ મંડળ દ્વારા ઠાકોરજી ને છપ્પન ભોગ મનોરથ નું ભવ્ય કરવામાં આવેલ આ પ્રસંગે ગોપીઓ દ્વારા ગોરમા પુજન ધુન કિર્તન ની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજર રહી દર્શન નો લાભ લીધો હતો અંતમાં વિસાળ હાજરી વચ્ચે છપ્પન ભોગ આરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા ના લોકપ્રિય પ્રમુખ વર્ષાબેન ગજેરા એ ઉપસ્થિત રહી દર્શન નો લાભ લીધો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગોપી મહિલા સત્સંગ મંડળ ના બહેનો અને કિરણબેન માવાણી પરિવારે જહેમત ઉઠાવી હતી.(તસવીરઃ ભોલુ રાઠોડ -ઉપલેટા)
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
