તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Monday, 8th June 2026
રાજ્યમાં ૨૪ કલાકમાં ત્રણ સ્થળોએ જળાશયમાં ત્રણ બાળક ડૂબી જવાની કરુણ ઘટના
ક્ષણિક આનંદ લૂંટવાની લ્હાયમાં કયારેક માણસની જિંદગી લૂંટાઈ જાય છે!

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૮: જાણેકે માસુમ બાળકોના જીવનો તરસ્યો બનેલ ‘‘કાળ'' પાણીમાં બેસી બાળકોની રાહ જોતો હોય તેમ વાલીઓ સાથે વોટરપાર્ક કે રિસોર્ટ માં નાહવા ગયેલ આઠ થી નવ વર્ષ ની વયના ત્રણ બાળકો જળાશયના પાણીમાં ડૂબી જતા, મોત નીપજ્યાની કાળજુ કંપાવનારી રાજ્યમાં ૨૪ કલાકની અંદર જુદી જુદી ત્રણ ઘટના પ્રકાશમાં આવતા લોકો મા અરેરાટી વ્યાપી જવા પામેલ છે.
ગત શનિવારે કેશોદથી આશરે ૧૫ કિલોમીટર દૂર માળીયા હાટીના તાલુકાના જુથળ ગામ નજીક આવેલ કિંગડમ વોટરપાર્કમાં આઠ વર્ષનો બાળક વેવપૂલ મા ડૂબી જતા તેમનું મળત્યુ નીપજેલ હતું. પ્રાપ્ત માહિતી મુજબ ઉનાળુ વેકેશન હોય ભાવનગર થી પરિવાર બાળકો સાથે વેરાવળ ખાતે મામાને ઘરે જવા નીકળેલ હતો. દરમિયાન વચ્ચે રસ્તામાં વોટરપાર્ક આવતું હોય હોટલમાં જમવા તથા વોટરપાર્ક નો આનંદ માણવા આ પરિવાર થોડા સમય માટે અહીં રોકાયેલ હતો. આ દરમિયાન દુર્ઘટના સર્જાયેલ હતી.
આ કમનસીબ ઘટનાની જાણ કેશોદ વિસ્તારમાં વાયુવેગે ફેલાઈ જતા શોકમય માહોલ વચ્ચે હજુ તો આ ઘટનાની ચર્ચાઓ ચાલુ હતી ત્યાં શુક્રવારના રોજ જામનગર - રાજકોટ હાઇવે પર જાંબુડા પાટીયા નજીક આવેલ એક રિસોર્ટમાં પરિવાર સાથે નાહવા ગયેલ એક નવ વર્ષ નો બાળક તથા સુરતના કામરેજ તાલુકા ના એક ફાર્મ હાઉસમાં એક આઠ વર્ષ નો બાળક પાણીમાં ડૂબી જવાની આધાત જનક ઘટના અંગેના સમાચાર સામે આવતા એક તબક્કે લોકો સ્તબ્ધ બની ગયા હતા!
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના જુદા જુદા સ્થળોએ બનેલ એક જ સરખી દુર્ઘટનામાં ત્રણ માતા - પિતા એ પોતાના વ્હાલસોયા દીકરા ને ગુમાવ્યા ની સ્થાનિક કેશોદ વિસ્તારમાં જાણ થતા એક તબક્કે અત્રે શોક નું મોજુ ફરી વળેલ હતું.
આ પ્રકારની બનેલ ઘટનાથી લોકો ખાસ કરીને વડીલો ચિંતિત બનેલ છે. આ અત્યંત દુઃખદ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા એક અનુભવી વડીલે પોતાનો પ્રત્યાઘાત આપતા જણાવેલ કે, વ્યક્તિ કોઈ બીમારીના કારણે કુદરતી રીતે મળત્યુ પામે તે ઘટના ને કુદરતનો ક્રમ ગણી શકાય પરંતુ અકાળે આકસ્મિક ઘટના થી થતું મળત્યુ સમગ્ર સમાજના પ્રત્યેક વ્યક્તિને તીવ્ર આંચકો આપી જાય છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
