News of Monday, 8th June 2026
રાજેશભાઈ શીલુને ગુજરાત પોલીસ ખાતામાં ASI તરીકે પ્રમોશન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૮: મૂળ પાળીયાદના વતની અને હાલ રાજકોટમાં સ્થાયી થયેલા જ્ઞાતિપ્રેમી રાજેશભાઈ લાભશંકરભાઈ શીલુને તાજેતરમાં ગુજરાત સરકારના પોલીસ ખાતામાં ASI (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર) તરીકે પ્રમોશન મળ્યું છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સમગ્ર રાજગોર બ્રાહ્મણ સમાજમાં આનંદની લાગણી છવાઈ છે.
રાજેશભાઈએ રાજકોટ વિદ્યાર્થી ભુવનમાં અભ્યાસ કરી પોલીસ ખાતામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે જોડાઈને અત્યાર સુધી નિષ્ઠાપૂર્વક, નિષ્પક્ષ, નિડર અને ઉત્તમ સેવા બજાવી છે. તેમની કર્તવ્યનિષ્ઠા અને સમર્પણના કારણે આજે તેઓ ASI પદ સુધી પહોંચ્યા છે.
પોલીસ ખાતાની ફરજ ઉપરાંત રાજેશભાઈએ સામાજિક ક્ષેત્રે પણ ઉમદા યોગદાન આપ્યું છે. તેઓ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ, યુવા સોશ્યલ ગળપ, હરિ ઓમ મેડિકેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા મહાકાળી ધામ કપુરવાવમાં સતત સેવાકીય કાર્યો કરી રહ્યા છે.
તેમની આ સિદ્ધિ બદલ રાજગોર બ્રાહ્મણ સમાજ, મિત્ર વર્તુળ અને શુભેચ્છકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. રાજેશભાઈ લાભશંકરભાઈ શીલુ-રાજકોટ (મો.નં.૯૪૨૮૮ ૯૪૦૮૨) ઉપર પાઠવવામાં આવી રહી છે
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
