News of Monday, 8th June 2026
કાલાવડના ચોરીના ગુનામાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલીઃ એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૫૪ મુજબના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે રાજુલા ટાાઉનમાંથી પકડી રોહીત ઉર્ફે પાગો ધીરૂભાઈ માળી, ઉ.વ.૨૩, રહે.રાજુલા, તત્વજયોતિ વિસ્તાર, સામે કાર્યવાહી કરી છે. આ કામગીર એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા હેડ કોન્સ. ગોકુળભાઈ કળોતરા, જનકભાઈ હિમાસીયા, લીલેશભાઈ બાબરીયા તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા, રવિરાજભાઇ વરૂ, મહેશભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
