News of Monday, 8th June 2026
સિંહણ ડેમમાં ડૂબી જતા ભાટિયાના યુવાનનું મૃત્યુ
ખંભાળિયા નજીક બાઇક સ્લીપ થતાં યુવાનનું મૃત્યુ

જામખંભાળિયા તા. ૮,ભાટિયા ગામે રહેતા ભીમશીભાઈ વીરાભાઈ કરંગીયા નામના ૪૦ વર્ષના યુવાન વડાલીયા સિંહણ ગામે આવેલા સિંહણ ડેમમાં કોઈ અગમ્ય કારણોસર ડૂબી જતા તેમનું મળત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મળતકના નાનાભાઈ પરબતભાઈ વીરાભાઈ કરંગીયાએ અહીંની પોલીસને કરી છે.
લલીયા ગામના પાટીયા પાસેથી પાસેથી જી.જે. ૦૩ એમ.એફ. ૯૩૮૯ નંબરના એક મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા ભાણવડ તાલુકાના કંટોલિયા ગામના દેવશીભાઈ રાજશીભાઈ કંડોરીયા નામના ૨૬ વર્ષના યુવાનનું મોટરસાયકલ કોઈ કારણોસર સ્લીપ થઈ જતા ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મળત્યુ નિપજ્યું હતું. જે અંગે ખંભાળિયા પોલીસે અકસ્માત મળત્યુ અંગેની નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
ભાટિયાના મહિલાને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી : પાંચ સામે ફરિયાદ
ભાટિયા ગામે રહેતા નથીબેન ટપુભાઈ આલાભાઈ મકવાણા નામના ૫૫ વર્ષના મહિલા સાથે તેમના ઘરના વાસીંદા બાબતે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રાહુલ ડાયા મકવાણા, રમેશ ડાયા, લખમણ ડાયા વિનોદ ડાયા અને ડાયા આલા મકવાણા નામના પાંચ શખ્સોએ તેમને બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ગુરગઢના બુઝુર્ગને માર પડ્યો...
ગુરગઢ ગામે રહેતા બાવાભાઈ જુસબભાઈ સેતા નામના ૬૫ વર્ષના વળદ્ધ તેમના ઘરની બહાર રહેલા ઓટલા પર બેઠા હતા. ત્યારે આ વિસ્તારમાં આવેલા આરોપી રાણા જુસબભાઈ સંઘારએ તેમના ઘરની સામે મોટરસાયકલ રાખી, બાવાભાઈ સેતાના ઘરની સામે જોયું હતું. જેથી બાવાભાઈએ પૂછતા આરોપી રાણા સંઘારએ ઉશ્કેરાઈને તેમને બિભત્સ ગાળો ભાંડી, હાથ મરડી નાખી, બાજુમાં રહેલા પથ્થર વડે તેમને ઈજાઓ કરતા આ અંગે કલ્યાણપુર પોલીસે બાવાભાઈની ફરિયાદ પરથી રાણા સંઘાર સામે ગુનો નોંધ્યો છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
