News of Monday, 8th June 2026
દ્વારકા જગતમંદિરે પુરુષોત્તમ માસની જન્માષ્ટમી નિમિત્તે શ્રી દ્વારકાધીશ ભગવાનને ખુલ્લા પડદે તાાન-અભિષેક દર્શન
સવારે ૮ થી ૮:૪૫ સુધી અલભ્ય અભિષેક દર્શન, બપોરે ૧ વાગ્યે દ્વાર બંધ, સાંજે ૫ થી ૯ દર્શન, મધરાત્રે ભવ્ય ઉજવણી

(વિનુભાઈ સામાણી દ્વારા) દ્વારકા, તા.૮: આજે પવિત્ર પુરુષોત્તમ માસની જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા જગતમંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અધિક માસની આ જન્માષ્ટમી ભક્તો માટે અલભ્ય અવસર બની રહી છે.
આજે સવારે ૮:૦૦ થી ૮:૪૫ વાગ્યા સુધી જગતમંદિરે ભગવાન શ્રી દ્વારકાધીશના ખુલ્લા પડદે તાાન-અભિષેકના દર્શન થયા હતા. વર્ષમાં માત્ર ખાસ અવસરોએ જ થતા આ દિવ્ય દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, આજે મંદિરના દ્વાર બપોરે ૧:૦૦ વાગ્યે બંધ થયા બાદ સાંજે ૫:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે.
આજે મધરાત્રે બરાબર ૧૨:૦૦ કલાકે જગતમંદિરે શ્રીકળષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી' ના નાદ સાથે સમગ્ર દ્વારકા નગરી કળષ્ણમય બની જશે.
પુરુષોત્તમ માસમાં આવતી આ જન્માષ્ટમીનું અનેરું મહત્વ છે. દેશ-વિદેશથી હજારો કળષ્ણભક્તો આ અલભ્ય અવસરનો લાભ લેવા દ્વારકા પહોંચ્યા છે. મંદિર પરિસર ‘જય દ્વારકાધીશ'ના નાદથી ગુંજી ઉઠયું છે.(તસ્વીરઃ દિપેશ સામાણી- દ્વારકા)
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
