<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

કચ્છના મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ હેરાફેરીની આશંકાને લઈને ATS અને કસ્ટમ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

વુડન ફ્લોરિંગ તરીકે જાહેર કરાયેલા એક કન્ટેનરની સઘન ચકાસણી: કન્સાઇનમેન્ટમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યા હોવાની આશંકા

કચ્છના મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ હેરાફેરીની આશંકાને લઈને ATS અને કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી છે. બાતમીના આધારે વુડન ફ્લોરિંગ તરીકે જાહેર કરાયેલા એક કન્ટેનરની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. કન્સાઇનમેન્ટમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તપાસ એજન્સીઓ દ્વારા કન્ટેનરની બારીકાઈથી તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની હકીકત સામે આવશે. ઘટનાને પગલે મુન્દ્રા પોર્ટ પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે.

(6:54 PM IST)