News of Wednesday, 10th June 2026
અઢી મહીનાથી બંધ કચ્છની નર્મદા કેનાલમાં ૧૧ જૂન ગુરુવારથી પાણી છોડાશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ છેલ્લા અઢી માસથી રિપેરીંગ માટે બંધ કરવામાં આવી હતી. કચ્છના રાપર તાલુકાના તમામ ગામો તથા ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પીવાના પાણી માટે નર્મદા ઉપર આધારિત છે. તાજેતરમાં જ ભચાઉ ખાતે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને ખેડુતો તથા નગરપાલિકા અને પંચાયત દ્વારા પીવા ના પાણી માટે તથા ખેતી માટે રજુઆત કરી હતી. આ સંદર્ભે રજુઆત કરી હતી. જેથી મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા તાત્કાલિક નર્મદા યોજનાના અધિકારીઓ ને તાત્કાલિક ધોરણે કચ્છ કેનાલમાં પાણી છોડવા માટે આદેશ આપતા ગુરૂવારથી કેનાલમાં પાણી છોડવામાં આવશે. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ વિનોદભાઈ ચાવડાના પ્રયાસથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સમાચાર આવતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. (તસ્વીરઃ મુકેશ રાજગોર, રાપર)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
