News of Wednesday, 10th June 2026
મોટીમારડ ગામે જૂગાર રમતા પ શખ્સો પકડાયાઃ એલસીબીનો દરોડો
તસ્વીરમાં જૂગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.

રાજકોટ તા. ૧૦ :.. રૂરલ એલસીબીએ મોટીમારડ ગામે રેઇડ કરી જૂગાર રમતા પ શખ્સોને ઝડપી લીધા હતાં.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ-જૂગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા પાટણવાવના મોટીમારડ ગામે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) વિપુલ બચુભાઇ મારકણા ધંધો ખેતી રહે. ભાદાજાળીયા તા. ધોરાજી, (ર) ચેતન રવજીભાઇ પરમાર ધંધો મંજૂરી રહે. મોટીમારડ ખરાવડ પ્લોટ તા. ધોરાજી (૩) કિરીટ લાલજીભાઇ વડાલીયા ધંધો ખેતી રહે. મોટીમારડ મણવર શેરી તા. ધોરાજી તથા (પ) રણધીર દાનાભાઇ ચાવડા ધંધો ખેતી રહે. હળમતીયા ગામ તા. ધોરાજી રોકડા રૂપિયા ૩૦,૩૦૦ ને રોકડા રૂા. ૩૦,૩૦૦ અને ૪ મોબાઇલ ળી કુલ ૪પ,૮૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી પાટણવાવ પોલીસને હવાલે કર્યા હતાં.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
