<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

ગોંડલમાં પતિના લફરાથી કંટાળી રવિનાબેને મહિલા પોલીસ સ્ટેશન પાસે ઝેર પીધું

સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૯:  ગોંડલમાં વ્હોરા કોટડા રોડ પર પંચપીરની ધાર પાસે રહેતાં રવિનાબેન જ્યોતિષ રાઠોડ (ઉ.વ.૩૫) નામના પરિણીતાઍ ગોંડલમાં મહિલા પોલીસ સ્ટેશન પાસે ઝેરી દવા પી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

રવિનાબેને જણાવ્યું હતું કે તેના પતિ ડીજેની ગાડી હંકારે છે. પોતાને સંતાનમાં બે દિકરા અને ઍક દિકરી છે. તેણીઍ આક્ષેપ કર્યો હતો કે પતિને કોઇ અન્ય સ્ત્રી સાથે લફરૂ છે આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતાં પોતેને ગુસ્સો આવતાં ઝેરી દવા લઇને નીકળી ગઇ હતી અને મહિલા પોલીસ સ્ટેશન પાસે દવા પી લીધી હતી. રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ ઍ-ડિવીઝન પોલીસને જાણ કરતાં ખરેખર ઘટના શું બની હતી તેની તપાસ હાથ ધરી છે. 

(1:19 PM IST)