<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

દ્વારકાની ગોમતી નદીના કિનારે નરેન્‍દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી અન્‍વયે મહાઆરતી યોજાર્ર્ઈં

રાજ્‍યમંત્રી રિવાબા જાડેજા તેમજ સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો મહાઆરતીમાં જોડાયા

 (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૧: વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ નેતળત્‍વ  અંતર્ગત વિવિધ કાર્યકમો હેઠળ આજરોજ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીના કિનારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રાજ્‍યના ઙ્કાથમિક, માધ્‍યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રીશ્રી રિવાબા જાડેજા, સાંસદશ્રી પૂનમબેન માડમ તેમજ મહાનુભાવો સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્‍વાસ્‍થ્‍યની પ્રાર્થના કરી હતી. ઉપરાંત રાજ્‍યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ   દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન પૂજન કરીને જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.આ તકે સાંસદ  પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા, ઇન્‍ચાર્જ પ્રાંત અધિકારી  હિમાંશુ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ  કોમલબેન ડાભી, અગ્રણી  મયુરભાઈ ગઢવી, સહદેવસિંહ માણેક, પરબતભાઇ ભાદરકા, જેઠાભાઇ હાથિયા સહિત સ્‍થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્‍યામાં નાગરિકો ભક્‍તિભાવપૂર્વક જોડાયા હતા.

(11:27 AM IST)