News of Thursday, 11th June 2026
પોરબંદરના દરિયાકાંઠે પુનઃ પ.પ૮ લાખના ચરસના ર પેકેટો તણાય આવ્યાઃપોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧ :.. થોડા સમય પહેલા દરિયાકાંઠે ચરસના પેકેટો તણાય આવ્યા બાદ ગઇકાલે પ.પ૮ લાખની કિંમતના ચરસના પેકેટો રંગબાઇ કિનારેથી મળી આવતા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
પોરબંદર નજીક રંગબાઇ વિસ્તારમાં દરિયા કિનારે ચરસના બે પેકેટ તણાઇ આવતા પોલીસે કુલ રૂા. પ.પ૮ લાખ કિંમતનો ર કિલો ર૩ર ગ્રા નસીલો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ દરિયા કાંઠાના વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓના મતે દેશ- વિરોધી તત્વો દ્વારા ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો નિષ્ફળ જતા નસીલા પદાર્થોના જથ્થા દરિયામાં ફેંકી દેવામાં આવતા હોય છે.
ત્યારબાદ દરિયાના પ્રવાહ સાથે આવા પેકેટો કિનારે તણાઇ આવતા હોય છે.
દરમિયાન હાર્બર મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે ઓદેદર ગામના સ્શાન અને રંગબાઇ મંદિર વચ્ચે, દાદીમાના દેશીભાણુ હોટલ પાછળના દરિયા કિનારે શંકાસ્પદ પેકેટો જોવા મળ્યા હતાં.
તપાસ કરતાં તેમાં મારીજુઆના હશીશ (ચરસ) હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આ બન્ને કેટો કબ્જે કરી હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. દરિયા માર્ગે ડ્રગ્સની હેરાફેરીના સંકેતોને ધ્યાનમાં રાખી પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
