News of Thursday, 11th June 2026
સંતો પાખંડી નથી થયા, પરંતુ પાખંડી લોકો સંત થયા છેઃ જીજ્ઞેશદાદા રાધેરાધે
દ્વારકામાં ચગ પરિવાર આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉમટતા ભાવિકો

(વિનુભાઈ સામાણી-દિપેશ સામાણી દ્વારા) દ્વારકા, તા.૧૧: દ્વારકાધીશના પાવન સાનિધ્યમાં ચગ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં પ્રખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય જિગ્નેશદાદા રાધે રાધેએ વ્યાસપીઠ પરથી સનાતન ધર્મ, સંસ્કાર અને વર્તમાન સામાજિક પરિસ્થિતિ પર માર્મિક પ્રવચન આપ્યું હતું.
પૂજ્ય જિગ્નેશદાદાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કથાનો વક્તા બ્રાહ્મણ જ હોવો જોઈએ. ભાગવત કથાના મહિમાનું વર્ણન કરતા તેમણે જણાવ્યું કે, ભાગ્યનો ઉદય થાય તો જ ભાગવતની કથા મળે. મનુષ્ય અવતાર મળવો એ ભાગ્ય છે, ભાગવતજીની કથા મળવી એ સૌભાગ્ય છે, પરંતુ દ્વારકા જેવા પાવન ક્ષેત્રમાં કથા તો પરમ સૌભાગ્યથી જ મળે. વર્તમાન સમયમાં સંતો પર થતી ટીકા અંગે તેમણે કહ્યું, ઘણા લોકો કહે છે સંતો પાખંડી થઈ ગયા છે, પરંતુ સંતો પાખંડી નથી થયા, પાખંડી લોકો સંત થયા છે. સાથે ઉમેર્યું કે, જ્યારે અસત્યનો પ્રચાર વધી જાય છે ત્યારે અસત્ય પણ સત્ય લાગવા લાગે છે. પણ સત્ય એ કસ્તુરી જેવું છે, ગમે તેમ કરીને સત્યની સુવાસ બહાર આવ્યા વિના રહે જ નહીં.
ચરોતર પંથકનું ઉદાહરણ આપી વ્યસનમુક્તિનો સંદેશ આપતા કહ્યું, તમાકુના ખેતરને કયારેય ફેન્સિંગ મારવી પડતી નથી. સ્થાનિક લોકો કહે છે કે આ તમાકુનો બગાડ ભૂંડ-રોઝ જેવાં પશુઓ કયારેય ખાતા નથી. એનો અર્થ એમ થયો કે જે તમાકુ ખાય છે એ એના કરતાં પણ મંદ બુદ્ધિના છે. વ્યાસપીઠ પરથી સનાતનીઓને આહ્વાન કરતા બોલ્યા, મારી દરેક સનાતની ભાઈઓને પ્રાર્થના છે કે આપણે ભગવાન દ્વારકાધીશના મંદિર પર ધ્વજા તો ન ચઢાવી શકીએ પણ જે ચઢાવે છે એને સપોર્ટ તો કરીએ. જે ધર્મનું રક્ષણ કરે છે એનો સાથ આપીએ. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, અમુક લોકોને સ્પેશિયલ કેસમાં ખાલી ધર્મનો વિરોધ કરવા માટે જ થયો છે. વિધર્મીઓ આપણા ધર્મને હાનિ પહોંચાડે છે એનાં કરતાં વધારે તો આપણા ધર્મના લોકો વધારે હાનિ પહોંચાડે છે.
કોઈ માણસને દંડ આપવો એ તમારી મોટાઈ નથી, જે દંડને પાત્ર હોય છતાં પણ તમે એને છોડી દો છો તો એમાં તમારી મોટાઈ છે, એમ કહી ક્ષમાનું મહત્વ સમજાવ્યું. તમારા આંગણે તમારી પાસે કોઈ સાધુ પુરુષ આવે તો ભા થઈ એમને પ્રણામ કરશો. કારણ કે ભક્તિ માતાની સેવા હજારોસ્ત્રીઓ કરી રહી હતી છતાં જ્યારે નારદજી આવે છે ત્યારે ભક્તિ માતા ભા થઈ ચરણ સ્પર્શ કરે છે.
ભાગવતજીના માહાત્મ્યમાં નારદજીને અસ્થિર કહ્યા છે. પણ મગજથી નહીં, જે અ માં સ્થિર છે એવા નારદ. અ એટલે સ્વયં પુરુષોત્તમ. ગીતાજીમાં કહ્યું છે अक्षराणा अकारोडस्मि સાથે જ ઉમેર્યું, સંસારના મેળામાં ખોવાશો તો પરિવારના લોકો શોધવા નીકળશે, પરંતુ દ્વારિકાધીશમાં ખોવાઈ જશો તો આખી દુનિયા શોધવા નીકળશે. નરસિંહ મહેતા કયાં આપણા સગા છે? છતાં આજે આખી દુનિયા એને યાદ કરે છે.
સુખી થવાનું સૂત્ર આપતા કહ્યું, કેટલી સંપત્તિ છે એ સુખ નહીં કરે, જે મળ્યું છે એટલું બસ છે આ સૂત્ર આપણને સુખી કરશે. કારણ કે લોભ એ પાપનું મૂળ છે. જીવનમાં કરકસર કરો પણ લોભ કયારેય ન કરશો. જ્યારે કોઈ ફિલ્મ જોવા જાઓ છો ત્યારે એનું ટાઈટલ સોંગ ગાતા ગાતા નીકળીએ છીએ, તો જ્યારે કથામાં આવો છો તો ભગવાનનું નામ લેતા લેતા આવો. અંતમાં મહાભારતનો દાખલો આપી જિગ્નેશદાદાએ કહ્યું, મહાભારતમાં સ્વાર્થ કૌરવોનો હતો, પાંડવોનો પુરુષાર્થ હતો અને દ્વારિકાધીશનો પરમાર્થ હતો.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
