<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

વડાપ્રધાન તરીકે સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ: બીલીમોરામાં 4399 દીવા પ્રગટાવી ઉજવણી

વિશેષ પૂજન અને મહાઆરતી દ્વારા વડાપ્રધાનના દીર્ઘાયુ અને દેશના સતત વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી દેશમાં સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા વડાપ્રધાન બનતા નવસારી જિલ્લાના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિરે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાનના 4399 દિવસના શાસનના પ્રતીક રૂપે એટલી જ સંખ્યામાં દીવા પ્રગટાવીને ‘નમો’ (NAMO) આકૃતિ રચવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ પૂજન અને મહાઆરતી દ્વારા વડાપ્રધાનના દીર્ઘાયુ અને દેશના સતત વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

 

(1:45 PM IST)