<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

માણાવદરમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી

સિનેમા ચોકમાં વેપારી દ્વારા વિરોધ પ્રદર્શન બાદ છાપરા હટાવ્‍યાઃ જીઇબીબાદ પાસે કેબિનો તંત્રએ અને અમુક વેપારીઓ એ સ્‍વૈચ્‍છિક હટાવી

 (ગિરીશ પટેલ દ્વારા) માણાવદર, તા.૧૨: માણાવદરમાં સમગ્ર તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી સિનેમા ચોકમાં છાપરા ઓટલા હટાવવા સામે પેહલા વિરોધ પ્રદર્શન કર્યું બાદમાં દબાણ દુર કરવા કાર્યવાહી હાથ ધરી હતી વોર્ડ નં. ૫ ના કોંગ્રેસ સભ્‍ય નિસાર ઠેબા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યુ હતું રોડ .પર બેસી ગયા હતા પોલીસ આવતા મામલો થાળે પડયો હતો અનેક લોકો એ વેપારીઓએ સ્‍વૈચ્‍છિક છાપરા હટાવ્‍યા હતા. તો અમુક તંત્ર એ કામગીરી કરી હતી. વેપારીઓ દબાણ હટાવવાની કાર્યવાહીથી નારાજ થયા હતા.

ત્‍યારબાદ Geb ચોક પાસ આવેલી કેબિનો હટાવવાની કાર્યવાહી હાથધરી હતી અનેક કેબિનો તંત્ર દ્વારા દબાણ દુર કરવામાં આવ્‍યું છે તેમજ વોકળા સફાઇ કામગીરી કરવામાં આવી છે આ વિસ્‍તારથી ગોકુલનગર સુધી વોકળામાં વરસાદી પાણી નિકાલ થાય તેવી રજૂઆત થઇ હતી તેથી વોકળા સફાઇ કામગીરી હાથ ધરાય હતી.

Geb ચોક પાસે આવેલા કેબિનો તંત્ર દ્વારા દબાણ હટાવવાનું શરૂ કરતા અન્‍ય લોકો જાતે દબાણ હટાવવા લાગ્‍યા હતા. સૌ પ્રથમ વખત દબાણ હટાવવાની કામગીરી શરૂ થતા તે જોવા નાગરિકો ઉમટી પડ્‍યાં હતાં. વેપારી નાના માણસો હોય રોજગારી ના પ્રશ્ન ઉઠાવેલ હતો સરકાર યોગ્‍ય વ્‍યવસ્‍થા કરે તેવી માંગ ઉઠી રહી છે. તંત્ર દ્વારા  જીઇબી   થી ગોકુલ નગર સુધી વોકળા સફાઈ કરશે તેમ જણાવ્‍યું હતું.

(11:09 AM IST)