News of Friday, 12th June 2026
૧૫ વર્ષના લાંબા સંઘર્ષનો અંતઃ ચોટીલા વહીવટીતંત્રની સક્રિયતાથી તરણેતરના ખેડૂતોને ૨૧ વીઘા જમીનનો કબજો મળ્યો
નાયબ કલેકટર એચ.ટી. મકવાણાની સંવેદનશીલ પહેલઃ ભૂમાફિયાઓમાં ફફડાટ, અરજદારોમાં આનંદની લહેર

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૧૨: થાનગઢ તાલુકાના તરણેતર ગામના ખારા તરીકે ઓળખાતા વિસ્તાર એવા સર્વે નંબર ૭૪૨ની ૨૧ વીઘા જમીન નરેન્દ્રગીરી હેમતગીરી ગૌસ્વામી, હસમુખગીરી ઇશ્વરગીરી ગૌસ્વામી અને રવિગીરી વિઠ્ઠલગીરી ગૌસ્વામીની માલિકીની હતી. છેલ્લા દોઢ દાયકાથી આ જમીન પર અસામાજિક તત્વોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખ્યો હતો. અરજદારોએ વર્ષો સુધી અનેક જગ્યાએ રજૂઆતો કરી હોવા છતાં ન્યાય મળતો ન હતો.
આ સમગ્ર મામલે અરજદારોએ ચોટીલાના નાયબ કલેકટર સમક્ષ રજૂઆત કરાયેલ હતી. અરજીની ગંભીરતાને સમજીને વહીવટીતંત્રએ તાત્કાલિક અસરથી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. જમીન મુક્તિની આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પ્રશાસને માત્ર કાયદાનું પાલન જ નથી કર્યું, પરંતુ અરજદારોની પીડાને સમજીને તેમને ન્યાય અપાવ્યો છે. પ્રશાસન દ્વારા સંવેદનશીલતા અને ત્વરિત કાર્યવાહી કરતા જમીન પચાવી પાડવાની અસામાજિક પ્રવળતિ કરતા લોકો ને કાયદાનું ભાન કરાવવામાં આવતા આવા ગોરખધંધા કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. ૧૧ જૂન ૨૦૨૬ના રોજ પોતાની જમીનનો કબજો પરત મળતા અરજદારોએ રૂબરૂ મળી નાયબ કલેકટર એચ.ટી. મકવાણાનો હર્ષ ના આસુ સારતા આભાર વ્યક્ત કર્યો હતો.ચોટીલા ડીવીઝન હેઠળ આવતા વિસ્તારમાં કોઈ આવા અસામાજિક પ્રવળતિ કરનાર માથાભારે લોકોનો ભોગ બન્યા હોય તો તેઓ વ્યથાને તંત્ર સુધી પહોંચાડે અને નિષ્ઠા અને નીતિવાન કાર્યદક્ષ અધિકારી સુધી પોહચાડે તો પરિણામમાં સત્યનો હંમેશા વિજય થાય જ છે.
ન્યાયપ્રિય અધિકારી દ્વારા માલીકોને પરત કબજો અપાવતા અરજદારો દ્વારા રૂબરૂ આવી સંવેદનાઓથી તરબોર અશ્રુભીની આંખે શાબ્દિક લાગણી વ્યક્ત કરાઇ તે અક્ષરસ...
અમારી તરણેતર ગામમાં જે જમીન આવેલ હતી, જે છેલ્લા ૧૫ વર્ષથી માથાભારે લોકોએ કબજો કરેલો. અમને કોઈ દિવસ એવી આશા નહોતી કે આ જમીન પર અમે પરત જઈ શકશું.
તમે એક વખત અહીંયા અમારી ત્યાં પગલા કરો, તમારી દયાથી આ અમને મળ્યું છે અને અમે કોઈ દી બે પાંદડે નોતા થાય એવું.પણ અમારા માટે તો તમે ભગવાન સ્વરૂપે આવ્યા નહિતર અમે આટલા ટાઈમથી હેરાન થતા હતા, અમને કોઈ દિવસ આવો ન્યાય નથી મળ્યો. આ પહેલી વખત મારી ૪૦ વર્ષની ઉંમર થઈ, પહેલી વખત મેં આજે આવા અધિકારી જોયા છે કે જે ગરીબના સહારે આવ્યાં છે. (તસવીરઃ હેમલ શાહ
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
