<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

કચ્‍છમાં તેજ રફ્‌તારનો કહેરઃ અલગ અલગ ૩ અકસ્‍માતમાં ૪ મોત

ફુવા સાથે જતા ભત્રીજા, ટ્રાફિક હટાવવા જતા ક્‍લીનર, ઘેર પરત જતા બે યુવાન મિત્રોના અરેરાટીભર્યા કરૂણ મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૨:  રાજ્‍યની સાથે કચ્‍છ જિલ્લામાં પણ માર્ગ અકસ્‍માતોનો સિલસિલો સતત ચાલુ જ છે. ગઈકાલે એક દિ' માં ૩ અકસ્‍માતમાં ૪ મોતના બનાવે અરેરાટી સર્જી છે. નખત્રાણા નજીક હાઇવે ઉપર બાઇકને ટ્રકે ટક્કર મારતા પોતાને ઘેર જતા બાઇક સવાર જડોદર ગામના ૧૮ વર્ષીય  જુબેર જુસબ ગજણ અને તેની સાથે કોટડા ગામના ૨૧ વર્ષીય ઈરફાન અબ્‍દુલ કુંભારના ઘટના સ્‍થળે જ કરૂણ મોત નિપજ્‍યા હતા. બીજો બનાવ ભુજના માધાપર ગામે બન્‍યો હતો. અહીં ગાયત્રી મંદિર રોડ ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતા પોતાના ફુવા સાથે જઈ રહેલ ભત્રીજાને કાળ આંબી ગયો હતો. ભુજના ઙ્કમુખસ્‍વામી નગરમાં રહેતા ૧૫ વર્ષીય તરુણ આદર્શ કિશોર રાવલનું ટ્રકના પૈડા ફરી વળતા ઘટના સ્‍થળે જ મોત નીપજ્‍યું હતું. તેના ફુવા રઘુરામ રાવલ ઇજાગ્રસ્‍ત થતાં સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. ત્રીજો અકસ્‍માત ભચાઉ પાસે બન્‍યો હતો . અહીં ટ્રાફિકમાં ફસાયેલ ટ્રેલર આગળ લેવા ટ્રાફિક હટાવવા જતા ૨૦ વર્ષીય ક્‍લીનર વિકાસ દેવેન્‍દ્ર પિંડારીને પુરપાટ જતી કારના ચાલકે હડફેટે લેતા તેનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્‍યું હતું. આ બનાવોના ગુના નોધી પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:55 AM IST)