હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 12th June 2026
જામનગરના બેડીમાં ફરી દાદાનું બુલડોઝર ચાલ્યું : સાઈચા ગેંગના ગેરકાયદેસર દબાણ પર ડિમોલેશન : ૧.૧૭ કરોડની સરકારી જમીન ખુલ્લી થશે
સરકારી જમીન પરના ૧૨૯૫૦ ચોરસ મીટર રહેણાંક દબાણ હટાવાયાઃ પ્રાંત અધિકારી, SP, DySP સહિતના પોલીસ સ્ટાફ સાથે કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: જામનગરના બેડી વિસ્તારમાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફર્યું હતું. સાઈચા ગેંગ દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણને હટાવવા માટે તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સરકારી જમીન પર રહેણાંક હેતુ માટે કરાયેલ કુલ ૧૨૯૫૦ ચોરસ મીટર જગ્યા પરનું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું હતું. આશરે ૧.૧૭ કરોડની કિંમત ધરાવતી આ સરકારી જમીનને હવે ખુલ્લી કરવામાં આવશે.
ડિમોલેશનની સમગ્ર કાર્યવાહી ઙ્કાંત અધિકારી, SP, DySP સહિતના પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.(તસવીર કિંજલ કારસરીયા- જામનગર)
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
