News of Friday, 12th June 2026
જામનગરમાં સાયબર ક્રાઇમ અવેરનેસ અંતર્ગત વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ, ડ્રગ અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરાયા
૩૦૦ વિધ્યાર્થીઓ વિવિધ પ્રકારના વીશીંગ કોલ, ફીશીંગ કોલ, કેક શોપીંગ વેબસાઇટ. ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર થયા

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગનિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીનાઓએ ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન આપેલ માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા “સાયબર ક્રાઇમ અવેરનેશ” તથા “સ્પેશયલ ઓપરેશન ગ્રુપ' દ્વારા NDPS, નાર્કોટ્રીક્સ, ડ્રગ્સ અંગેના અવેરનેશ તથા "ટ્રાફિક પોલીસ” દ્વારા વાહન ચાલકો તથા સામાન્ય નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ બાબતે તા.૧૨/૦૬/૨૦૨૬ ના પ્રણામી સ્કૂલ” જામનગર ખાતે અવેરનેશ અંગેના ૩૦૦ પેટપેલેટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન ઇ.પો.ઇન્સ.વી.બી.ચૌધરી,પો.ઇન્સ.એસ.વી.ચૌધરી,પો.ઇન્સ.આઈ.એ ઘાસુરાનાઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.
આ સેમીનારમાં જામનગરના પ્રણામી સ્કૂલ- ખાતે ૩૦૦ વિધ્યાર્થીઓને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, કેક શોપીંગ વેબસાઇટ. ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરવા માટે સાયબર અવેરનેશ અંગેના ૩૦૦ પેપ્રપલેટનું વિતરણ કરવામા આવેલ
“સ્પેશયલ ઓપરેશન ગ્રુપ' દ્રારા ગાંજો અફીણ ચરસ વિગેરે નશાકારક કેફી દ્રવ્યનું સેવનથી થતા નુકશાન અને તેનાથી વ્યક્તિ તથા સમાજને થતા નુકશાન બાબતે તેમજ નશાકારક દ્રવ્યથી દુર રહેવા બાબતે તેમજ આજુબાજુ વિસ્તારમાં આવા એન.ડી.પી.એસ ડ્રગ્સનુ થતુ વેચાણ સંબંતે તુરત જ એસ.ઓ.જી. તેમજ એન.ડી.પી.એસ હેલ્પ લાઇન નંબર 1933 ઉપર માહીતી પ્રદાન કરવા અને આ ડ્રગ્સ દુષણ ને સંપુર્ણ નાબુદ કરવાની ગુજરાત સરકારની મોહીમમાં જોડાવવા વિનંતી તથા જરૂરી માર્ગદર્શન સુચના આપવામાં આવેલ.
"ટ્રાફિક પોલીસ” દ્વારા વાહનચાલકો તથા સામાન્ય નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ આપવામાં આવી હતી. વાહન ચલાવતી વખતે જરૂરી તકેદારી રાખવી, નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન કરવું. સીટ બેલ્ટ અને હેલ્મેટનો ઉપયોગ કરવો તેમજ મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો આ ઉપરાંત માર્ગ અકસ્માતોને અટકાવવા માટે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થાને સુદૃઢ બનાવવા અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે દરેક નાગરિકે જવાબદાર વાહનચાલક તરીકે પોતાની ફરજ નિભાવવી જોઈએ તે અંગે અવેરનેશ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનું પ્રેઝન્ટેશન સ્પેશયલ ગ્રુપ ઓફ ઓપરેશન” ના પો.કોન્સ. કુલદીપસિંહ સોઢા તથા 'સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન" ના પો.હેડ.કોન્સ. ફુલદીપસિંહ જાડેજા તથા તથા ટ્રાફિક પોલીસ" ના પો.હેડ.કોન્સ સત્યજિતસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
