<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર પ્રતાપસિંહ ચૌહાણ જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકની શુભેચ્‍છા મુલાકાતે

પથદર્શક ડોલરભાઈ કોટેચા અને ચેરમેન સાગરભાઈ કોટેચાએ કર્યું ભાવભર્યું સ્‍વાગતઃ બેંકના પારદર્શક વહીવટની નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલરે કરી પ્રશંસા

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧૩: આજના શુભ દિવસે જૂનાગઢ શહેરના આઝાદ ચોક ખાતે આવેલ વ્‍ત્ર્ફૂ જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિ. ખાતે વિશેષ શુભેચ્‍છા મુલાકાત યોજાઈ હતી. બેંકના ચેરમેન સાગરભાઈ કોટેચા તથા પથદર્શક ડોલરભાઈ કોટેચાના આમંત્રણને માન આપી જૂનાગઢ નરસિહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર  પ્રતાપસિહ ચૌહાણ સાહેબે બેંકની મુલાકાત લીધી હતી.

શ્રી કોટેચા અને બેંક પરિવારે શ્રી ચૌહાણનું ભાવભર્યું સ્‍વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન બેંક વિશે વિગતવાર માહિતી મેળવીને વાઇસ ચાન્‍સેલર પ્રભાવિત થયા હતા. મુલાકાતમાં બેંકના પ્‍ઝ  રાજેશભાઈ મારડિયા, ડિરેક્‍ટર મનસુખભાઈ વાજા, બિપિનભાઈ નિર્મળ તથા બેંકના તમામ કર્મચારીગણ ઉપસ્‍થિત રહ્યા હતા અને સૌએ સાથે મળીને શ્રી ચૌહાણનું સ્‍વાગત કર્યું હતું. 

પ્રત્‍યુત્તરમાં શ્રી ચૌહાણે બેંકના પારદર્શક વહીવટને બિરદાવ્‍યો હતો. તેમણે બેંક ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે તેવી શુભકામનાઓ વ્‍યક્‍ત કરી હતી અને સહકારી ક્ષેત્રમાં બેંકના યોગદાનની પ્રશંસા કરી હતી.(તસ્‍વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)

 

(10:09 AM IST)