<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ખેડૂત આંદોલનમાં અવાજ દબાવવા ૬ મહિના જૂના કેસમાં પોલીસની નોટિસ : પંકજ રાણસરિયાનો આક્ષેપ

બમ્‍પના કારણે અકસ્‍માતમાં એક વ્‍યક્‍તિનું મોત થયું, આમાં મારી કોઈ ભૂમિકા ન હોવા છતાં છેક ૬ મહિના પછી આનું નિવેદન લેવા મને બોલાવ્‍યોઃ આમ આદમી પાર્ટીના નેતાએ સમગ્ર ઘટનાને ષડયંત્ર ગણાવ્‍યું

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૩: મોરબી પંથકમાં ખેડૂતોના હિત માટે ચાલતા આંદોલનમાં તેમની સક્રિયતાને કારણે, સ૨કા૨ના ઈશારે પોલીસ દ્વારા ૬ મહિના જૂના અકસ્‍માતના કેસમાં નોટિસ મોકલીને ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આવું કરીને ખેડૂત આંદોલનમાં અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેવા ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયા દ્વારા કરવામાં આવ્‍યા છે.

પંકજ રાણસરિયાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્‍યું કે, વર્ષ ૨૦૨૫ ના ૧૨ મા મહિનામાં કેનાલ રોડ પર બોરિયા પાટી વિસ્‍તારમાં શાળા પાસે અકસ્‍માતો નિવારવા માટે બમ્‍પ બનાવવામાં આવ્‍યા હતા. જોકે, સત્તાધારી પક્ષના એક નેતાની મુલાકાત સમયે તંત્ર દ્વારા આ બમ્‍પ રાતોરાત દૂર કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ અકસ્‍માતના ડરથી સ્‍થાનિકો અને શાળા સંચાલકો દ્વારા કમિશનરને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોના પગલે ૨૫-૧૨-૨૦૨૫ ના રોજ આરએન્‍ડબી (R&B) વિભાગ દ્વારા ફરીથી બમ્‍પ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બમ્‍પ ખૂબ ચા બની રહ્યા હોવાની જાણ થતાં, પંકજ ૨ાણસરિયા અને વીરજીબાપા ત્‍યાં પહોંચ્‍યા હતા અને વાહનોને નુકસાન ન થાય તે માટે બમ્‍પ ઢાળવાળા બનાવવા રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા વૈજ્ઞાનિક ઢબ વગર બમ્‍પ બનાવવામાં આવ્‍યા હતા, જ્‍યાં બીજા જ દિવસે એક ગોઝારો અકસ્‍માત સર્જાયો અને એક વ્‍યક્‍તિનું મળત્‍યુ નીપજ્‍યું હતું.

પંકજ રાણસરિયાના જણાવ્‍યા અનુસાર અકસ્‍માતને આશરે ૬ મહિના વીતી ગયા છે. હવે અચાનક તારીખ ૧૧ ના રોજ સવારે તાલુકા પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ દ્વારા વોટ્‍સએપ પર એક નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ તારીખ ૦૯-૦૬-૨૦૨૬ ની છે. નોટિસમાં આક્ષેપ કરાયો છે કે અકસ્‍માત સર્જનાર એ બમ્‍પ તેમણે બનાવ્‍યો હતો. પંકજ રાણસરિયાએ સવાલ ઉઠાવ્‍યો છે કે જો આમાં તેમની કોઈ જ ભૂમિકા હતી, તો જ્‍યારે એફઆઈઆર (જ્‍ત્‍ય્‍) નોંધાઈ ત્‍યારે તેમને ૬ મહિના સુધી કેમ ન બોલાવાયા? આ ખેડૂતોનો અવાજ છે દબાશે નહીં

(10:45 AM IST)