<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

અપહરણ-બળાત્‍કારના ગુનામાં ૧૩ વર્ષથી ફરાર એમપીના ખેલુ થાવરીયાને રૂરલ એલસીબીએ પકડયો

કોટડાસાંગાણી પોલીસમાં ૨૦૧૩માં ગુનો નોંધાતા ભાગી ગયો હતોઃ ગોંડલ ગુંદાળા ચોકડીના બ્રીજ નીચે મજુરી કામની શોધમાં આવ્‍યો ને પકડાઇ ગયો

રાજકોટ તા. ૧૩: કોટડા સાંગાણી પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા અપહરણ-બળાત્‍કાર-પોક્‍સોના ગુનામાં તેર વર્ષથી ફરાર શખ્‍સને રાજકોટ ગ્રામ્‍ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચે ગોંડલ ગુંદાળા ચોકડીના ઓવરબ્રીજ નીચેથી પકડી લીધો છે.

જુના ગુનાઓમાં ભાગતા ફરતાં હોય તેવા આરોપીઓને શોધી કાઢવાની સુચના રેન્‍જ આઇજી નિર્લીપ્‍ત રાય, જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આપી હોઇ ગ્રામ્‍ય એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી કે કોટડા સાંગાણીમાં વર્ષ ૨૦૧૩માં નોંધાયેલા અપહરણ-બળાત્‍કાર-પોક્‍સોના ગુનામાં સતત ૧૩ વર્ષથી ફરાર શખ્‍સ ખેલુ થાવરીયાભાઇ બામણીયા (ઉ.વ.૩૬-રહે. મુળ ગવણ ખેરવાડ ફળીયા, અલીરાજપુર એમપી) હાલ ગોંડલ ગુંદાળા ચોકડીએ આવ્‍યો છે. આ બાતમી પરથી ટીમે તેને સકંજામાં લઇ ખરાઇ કરી આગળની તપાસ માટે ગોંડલ બી-ડિવીઝન પોલીસને સોંપ્‍યો હતો.

આ શખ્‍સને એમ હતું કે પોતે આચરેલા ગુનાને હવે બધા ભુલી ગયા હશે અને પોતાને કોઇ ઓળખી શકશે નહિ. આમ વિચારી તે મજુરી શોધવા માટે પરત આવ્‍યો હતો અને પોલીસના હાથમાં આવી ગયો હતો. રાજકોટ ગ્રામ્‍ય એલસીબીના પીઆઇ જે. પી. રાવ, પીએસઆઇ એચ. સી. ગોહિલ, કે. એમ. ચાવડા, આર. વી. ભીમાણી, પી. એન. ભરવાડ, એએસઆઇ બાલકૃષ્‍ણ ત્રિવેદી, ઇન્‍દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, હેડકોન્‍સ. પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રભાઇ ચાવડા, પ્રતાપસિંહ સોલંકી, રણજીતભાઇ બોરડ, વિજયભાઇ ખડીયાએ આ કામગીરી કરી હતી.

(11:28 AM IST)