News of Saturday, 13th June 2026
પોરબંદરના ભારવાડામાં નવા ઉદ્યોગ સામે ખેડૂતોમાં રોષઃ જમીન ખાલી કરવા નોટીસો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૩: ભારવાડામાં નવા આવનારા ઉદ્યોગ માટે કેટલાંક ખેડૂતોને જમીન ખાલી કરી આપવા નોટીસો અપાતા રોષ વ્યાપી ગયો છે. કોગ્રેંસ અને ‘આપ'ના આગેવાનો એક મંચ ઉપર આવીને નવો ઉદ્યોગ આવે તો તે સામે લડત શરૂ કરવા ચીમકી ઉચ્ચારી છે.
ભારવાડામાં અગાઉ સિંચાઈ માટે જમીન સંપાદન થયેલ હતી. જે જમીનનો સિંચાઈની જગ્યાએ ઉધ્યોગ હેતુ માટે ફાળવણી હિલચાલ વચે ખેડૂતોમાં વિરોધનો સૂર જોવા મળ્યો છે ખેડૂતોનું કહેવાનું એવું છે કે આજુબાજુના ૧૫ ગામો અને પચાસ હજાર લોકો આ ઉદ્યોગના આવવાથી પ્રભાવિત થશે.
વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને જમીન ખાલી કરવા નોટિસ પણ આપવામાં આવી છે ઉપરાત ઘણા ખેડૂતો હાઈકોર્ટમાં જઈને સ્ટે પણ લઈ ચૂકયા છે.
આ વિસ્તારમાં મુખ્ય ખેડૂતોની ડેમમાં આપેલ જમીન ઉપરાત નાના વર્ગને સાથંણીમાં આપેલ જમીનો પ્રભાવિત થાય છે જેનો ગ્રામ જનો દ્વાર વિરોધના વંટોળ જોવા મળ્યો સાથે ખેડૂતો સરકાર સામે લડી દેવાના મૂડમાં જોવા મળ્યા. આ હિલચાલ વચે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઓડેદરા અને આપના મહામંત્રી હિતેશભાઈ મોઢવાડીયા, સામાજિક આગેવાન નાથાભાઈ ઓડેદરા, અન્ય આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી કંપનીઓ માટે જમીન અન્ય જગ્યાએ ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી રહયાં છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
