News of Saturday, 13th June 2026
પૂર્વ કચ્છ એલસીબીનો દરોડો : દુધઈમાંથી 1 કરોડથી વધુનો વિદેશી દારૂ-બિયર ઝડપાયો: જુઓ વિડિયો
ટપ્પર વાડી વિસ્તારમાંથી 1277 પેટી દારૂ-બિયર અને વાહનો જપ્ત : આરોપીઓની શોધખોળ : બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૩ : પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા પર દરોડો પાડી 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ એલસીબી પીઆઈ જે.એમ. વાળા તથા પીએસઆઈ ડી.જી. પટેલની ટીમે વહેલી સવારે અંજાર તાલુકાના દુધઈ પોલીસ સ્ટેશન હેઠળના ટપ્પર વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન 1277 પેટી વિદેશી દારૂ અને બિયર તથા વાહનો મળી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા મુદ્દામાલની ગણતરી દુધઈ પોલીસ સ્ટેશનમાં હાથ ધરવામાં આવી હતી.
એલસીબી દ્વારા હવે કેટલાનો મુદ્દામાલ હતો, કોણે મંગાવ્યો હતો અને સમગ્ર નેટવર્ક અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ સુધી આ કેસમાં કોઈ આરોપી હાથ લાગ્યો નથી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.( મુકેશ રાજગોર, રાપર)
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
