<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

રાજકોટ ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ કેસમાં સજા પામેલ અને છેલ્લા 9 માસથી નાસતા ફરતા આરોપીને જામનગર સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો

આરોપી જગદીશભાઇ હરજીભાઇ ચૌહાણ તેના ઘરે ભીમવાસ શેરી નં.૦૩,મેઇન રોડની સામે જામનગર આવ્યો હોવાની બાતમી મળતા જ પોલીસે પકડી લીધો

જામનગર શહેરમાં નાસતા ફરતા આરોપીઓ લગત કડક કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લીપ્ત રાય (IPS) તથા જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની(IPS) તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝલાની સુચના અને સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એન.એમ.ગઢવી તથા પો.સબ.ઇન્સ. ડી.જી.રાજના માર્ગદર્શનથી સીટી બી ડીવી પો.સ્ટે.ના ગુલાબનગર પોલીસ ચોકીના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા 

દરમ્યાન ગુલાબનગર પોલીસ ચોકી સ્ટાફના પોલીસ હેડ કોન્સ.નરેશભાઈ રાયમલભાઈ મેર ને ચોકકસબાતમીરાહે હકીકત મળેલ કે છેલ્લા ૦૯ માસથી રાજકોટ ફેમેલી કોર્ટના ભરણ પોષણના કેશમા સજા પામેલ નાસતો ફરતો આરોપી જગદીશભાઇ હરજીભાઇ ચૌહાણ પોતાના ઘરે આવેલ છે જે હકિકત આધારે આરોપીના ઘરે તપાસ કરતા આરોપી જગદીશભાઇ હરજીભાઇ ચૌહાણ મળી આવતા પકડીને તેને

જેલ હવાલે કરેલ છે.
આરોપી (૧) જગદીશભાઇ હરજીભાઇ ચૌહાણ રહે.ભીમવાસ શેરી નં.૦૩,મેઇન રોડની સામે જામનગર

ઉપરોક્ત કામગીરી સીટી બી પોલીસ સ્ટેશન ગુલાબનગર ચોકીના પો.સબ.ઇન્સ ડી.જી.રાજ તથા પો.હેડ.કોન્સ. નરેશભાઈ રાયમલભાઈ મેર તથા પો.કોન્સ. સુનિલભાઈ ખેંગારભાઈ શિયારનાઓએ કરેલ છે.

(9:46 PM IST)