News of Sunday, 14th June 2026
નેગોશીએબલના ગુન્હામા ૬ માસથી સજા થયેલ નાસતા ફરતા આરોપી મુકેશ કગથરાને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.
નથુવડલા ગામ પાસે આવેલ ગામના પાદર પાસે ઉભો હોવાની બાતમી મળતા પોલીસે ઝડપી લીધો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટના નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ રાજકોટ નાઓ દ્વારા જામનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના કરવામાં આવેલ હોય, જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સુચનાથી જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સપેકટર એલ.એમ.ઝેર તથા એ.વી.ખેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. ના સ્ ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા,
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના સ્ટાફના મથુરરાજસિહ જાડેજા તથા બળભદ્રસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ જાડેજા નાઓને સંયુક્ત ખાનગી રાહે હકીકત મળેલ કે, નામદાર એડી.ચીફ. જયુડી મેજી.ની કોર્ટ જામનગરના ક્રીમીનલ કેશ નંબર ૯૭૦૩/૨૦૨૫ ના તથા નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કામે નામદાર કોર્ટે તકસીરવાર ઠરાવી સજાનો હુકમ કરવામાં આવેલ છે તે આરોપી મુકેશ મનજીભાઈ કગથરા (રહે નથુવડલા ગામ તા.ધ્રોલ જી.જામનગર વાળો )હાલ નથુવડલા ગામ પાસે આવેલ ગામના પાદર પાસે ઉભો હોવાની હકિકત મળતા જગ્યાએ જતા ઉપરોકત નામ વાળો આરોપી મળી આવેલ હોય, જેથી મજકુર આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે પ્રોલ પોલીસ સ્ટેશન, જામનગરને સોંપી આપેલ છે.
હસ્તગત કરેલ મુકેશ મનજીભાઈ કગથરા જાતે-પટેલ ધંધો-મજુરી ઊ.વ.૩૮ રહે. નથુવડલા ગામ તા.ધ્રોલ જી.જામનગર મો.નં.૯૯૨૫૭૪૮૭૯૫
આ કાર્યવાહી એસ.ઓ. જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્ સપેકટર વી.બી. ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.એમ ઝેર તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.બેર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
