News of Monday, 15th June 2026
રાજકોટ જીલ્લામાં જૂગારના હાટડા ધમધમ્યાઃ ૪ દરોડોમાં ર૭ બાજીગરો પત્તા ટીંચતા પકડાયા
ભાયાવદરના પડવલા ગામે, આટકોટના જંગવડ ગામે, અને ભાડલાની સીમમાં બે સ્થળે પોલીસના દરોડાઃ ર.ર૭ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં ભાયાવદરના પડવલા અને રાજકોટના જંગવડ ગામે જૂગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.
રાજકોટ તા.૧૫ :.. સૌરાષ્ટ્રમાં અસાઢી બીજ પૂર્વે જુગારની સીઝન પુર બહારમાં ખીલી હોઈ તેમ એક દીવસમાં જુગારના ચાર દરોડામાં ૨૭ પત્તાપ્રેમીને જુગાર રમતા ઝડપી લઇ જુગારના પટમાંથી આશરે ૨.૭૨ લાખનો મુદ્દામાલ કાજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભાયાવદરના પડાવલા મંદાષણ રોડે સરેરાની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભાયાવદર પોલીસે દરોડો પાડી જુગાર રમતા આરીફ આમદ મંધરા ,મનસુખ બવાનજી મહેતા ,ફિરોજ કારા નોઇડા ,નાનજી રાણા મુછડિયા,ફીરોજ હાજીભાઇ નોઇડા,ઇકબાલભાઈ ઉમરભાઈ નોઇડા ,ફિરોજ હુશેન નોયડા,કરશન પરબત ગોજીયાને ઝડપી લઇ જુગારના પટમાંથી રોકડ અને અન્ય ચીજ વસ્તુઓ મળી ૫૭,૫૦૦નો મુદામાલ કબજે કર્યો હતો,જયારે બીજા એક દરોડામાં આટકોટ પોલીસે જંગવડ ગામની સીમમાં જુગારના અખાડા પર દરોડો પાડી ત્યાંથી જુગાર રમતા અશોક બટુક બાવળિયા ,વિમલ ખીમજી રોજાશરા,રણછોડ ભીખા વાઘાણી,રાજુ લઘુ રોજાસરા ,શિવુભા કાળુભા રાયજાદા,ભારત ધનજી રંગાની,સંજય વીરજી પરમાર,ભૂરા કાળું ડાભી અને કાળું સહિતનાને ઝડપી લઇ જુગારના પટમાંથી રોકડ અને મુદામાલ સહીત ૧.૨૭ લાખનો મુદામાલ કબજે કર્યો છે.જયારે ત્રીજા દરોડામાં ભાડલાના ભંડારિયા ગામની અભય વાડી વિસ્તારમાં આવેલ પાચાભાઇ ભાણાભાઈ મેરની વાડીની બાજુમાં તથા પારેવાળા ગામની સીમમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે ત્રાટકી જાહેરમાં જુગાર રમતા રમેશ પાચા મેર,રાજેશ સોમાં મેર,મનજી રાવજી મેર,ભૂપત નારણ મેર,અરવિંદ લવજી મેર,મુકેશ પાચા મેર,વાઘા ભોળા કોઠારિયા પ્રવીણ રઘુ ગાબુ,ભરત લાખા સાકળીયા,અને જયરાજ લાભુભાઈ રાઠોડને ઝડપી લઇ આશરે ૨૦ હજારનો મુદામાલ કબજે કરી તમામ આરોપી વિરુધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
