તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Monday, 15th June 2026
ભારત માટે થોડી રાહત આગામી દિવસોમાં વરસાદ વરસી પડશેઃ૧૫ જુલાઈ સુધીનો સમય કેવો રહેશે?
પ્રશાંત મહાસાગરમાં અલ નીનો હવે પૂરેપૂરો સક્રિય ખરેખર અસર કેટલી અને કેવી થશે

(જયેશ ભટાસણા) ટંકારાઃ સારી વાત એ છે કે અલ નીનો અત્યારે તેના શરૂઆતના તબક્કામાં છે, એટલે એની સીધી અસર અત્યારે વાતાવરણ પર દેખાતી નથી. Mjo અને બીજા પરિબળો ના કારણે ૧૫ જુલાઈ સુધી ચોમાસું સારું રહેવાની પૂરી શક્યતા છે. આગામી ૨૦ થી ૨૫ દિવસમાં બંગાળની ખાડીમાં ૩ થી ૫ જેટલી નવી સિસ્ટમો બની શકે છે.
જો આ સિસ્ટમો પヘમિ તરફ આગળ વધશે, તો ગુજરાત, મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં સારો વરસાદ જોવા મળી શકે છે. ટૂંકમાં, જુલાઈના પહેલા પખવાડિયા સુધી ચોમાસું ફૂલ ફોર્મમાં રહેવાનું છે!
૧૫ જુલાઈ પછી શું બદલાશે?: જુલાઈના મધ્ય પછી એલ નીનોનો અસલી પ્રભાવ વાતાવરણમાં દેખાવા લાગશે. એ સમયે વરસાદમાં મોટો ‘‘બ્રેક'' આવી શકે છે. જેને આપણે ડ્રાય ફેઝ કહીએ છીએ.
આ દરમિયાન વરસાદી વાદળો હિમાલયની તરાઈ તરફ ખસી જશે, જેના કારણે મેદાની વિસ્તારો અને પヘમિ ભારતમાં વરસાદનું પ્રમાણ દ્યટી શકે છે. આ બ્રેક લગભગ ૧૫ થી ૨૦ દિવસ જેવો લાંબો હોઈ શકે છે.
શું વરસાદ સાવ બંધ થઈ જશે?: ના, એવું બિલકુલ નથી. ગ્લોબલ વોર્મિંગ અને સ્થાનિક ગરમીના કારણે પણ કેટલીક નાની સિસ્ટમો બનતી હોય છે, જે છૂટોછવાયો વરસાદ આપતી રહેશે. વળી, ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ ક્યાંક ક્યાંક ઝાપટાં પડતા રહેશે.
ઓગસ્ટમાં ફરી રાહત મળશે?: ઓગસ્ટના બીજા ભાગમાં એટલે કે ૧૫ ઓગસ્ટ પછી ફરીથી થોડી સિસ્ટમો સક્રિય થવાની આશા છે. જેનાથી લાંબા વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામી શકે છે.(ગુજરાત ના જાણીતા સૌથી નાની વયના વેધરમેન ઉતમ માળી)
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
