News of Tuesday, 16th June 2026
ખંભાળિયા તાલુકાના ગામમાં અધૂરા રોડથી ગ્રામજનોમાં ભારે રોષ : ચોમાસા પહેલા માર્ગ પૂર્ણ કરવાની ઉગ્ર માંગ
આહીર સિંહણ ગામ તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા 3 મહિનાથી અધૂરો પડ્યો રહેતા સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોમાં ભારે આક્રોશ:આશરે 10 ગામોને જોડતો આ મહત્વનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી રોજિંદી અવરજવર મુશ્કેલ

ખંભાળિયા તાલુકાના આહીર સિંહણ ગામ તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા 3 મહિનાથી અધૂરો પડ્યો રહેતા સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આશરે 10 ગામોને જોડતો આ મહત્વનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી રોજિંદી અવરજવર મુશ્કેલ બની ગઈ છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ રસ્તા પર ઉતરી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટરે માર્ગનું કામ અધવચ્ચે જ છોડી દીધું હોવાથી વિકાસ કાર્ય અટવાઈ ગયું છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બનવાની ભીતિ વચ્ચે ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે રોડનું નવીનીકરણ કાર્ય પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં રસ્તા રોકો આંદોલન સહિતના ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
(1:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
