<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

વઢવાણમાં રોડ રસ્‍તાના કામો કરવા માટે ડિમોલેશન શરૂ થતા હોબાળો

સતવારા પરા વિસ્‍તારમાં ૨૫૦ વર્ષથી જુના કુવા અને અન્‍ય પાક્કા બાંધકામો તોડી પાડવાની કામગીરીઃ સમજાવટમાં ગયેલા આગેવાનોનો પણ ઘેરાવઃ ઐતિહાસિક કુવાઓ બચાવવા લોકો જેસીબીની આગળ બેસી ગયા

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૬: સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તારોમાં રોડ રસ્‍તા અને પ્રાથમિક સુવિધાને ધ્‍યાને લઇ અને કામગીરી શરૂ કરવામાં આવી હોવાના કારણે જે દબાણો કરવામાં આવ્‍યા છે. જેમાં ખાસ કરીને વઢવાણ વિસ્‍તારમાં મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્‍તાના કામ હવે શરૂ કરવામાં આવ્‍યા છે ત્‍યારે સતવારાપરા વિસ્‍તારમાં રોડ રસ્‍તા અને પ્રાથમિક સુવિધાના કામોનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

ત્‍યારે રોડ રસ્‍તા ના કામો કરતા સમયે સતવારાપરા વિસ્‍તારમાં દબાણો નડી રહ્યા હતા ત્‍યારે આ બાબતે સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકાની ટીમો દ્વારા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને સતવારા પરા વિસ્‍તારમાં આવેલા કુવાઓ અને ઐતિહાસિક કુવાઓ તથા બાંધકામ તોડવાની કામગીરી પણ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી ત્‍યારે સ્‍થાનિક લોકોએ આ બાબતનો વિરોધ નોંધાવવામાં આવ્‍યો હતો અને ડિમોલેશન મુદ્દે સ્‍થાનિક લોકો રોડ ઉપર આવી ગયા હતા.

સમગ્ર ઘટના મુદ્દે આ વિસ્‍તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ દોડી ગયા હતા પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ સ્‍થાનિક લોકો દ્વારા ઘેરાવ કરવામાં આવ્‍યો હતો અને ૨૫૦ વર્ષથી જુના ઐતિહાસિક કુવા તોડવામાં આવ્‍યા હોવા બદલ વિરોધ નોંધાવવામાં આવ્‍યો હતો તાત્‍કાલિક વડે જે કુવા તોડવામાં આવ્‍યા છે તેનું રીનોવેશન કામ હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી કારણ કે હાલમાં વઢવાણમાં પાણીની તંગી છે ત્‍યારે વપરાશ માટેનું પાણી આ વિસ્‍તારના લોકો કુવામાંથી લેતા હોવાનું જણાવવામાં આવ્‍યું છે અને રોડ ઉપર કુવા ૨૫૦ વર્ષથી વધુ જૂના છે ત્‍યારે કુવા કોઈને નડતા નથી પરંતુ રોડ રસ્‍તા પહોળા કરવાના બહાને કુવા તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનો પણ સ્‍થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.

ત્‍યારે આ કામગીરી બંધ કરાવવામાં આવી હતી અને હાલના તબક્કામાં જો કુવાઓ અને અન્‍ય મિલકતો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો અગામી સમયમાં લીમડી સુરેન્‍દ્રનગર હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી પણ સ્‍થાનિક લોકો દ્વારા આપવામાં આવી છે. રોડ રસ્‍તા ના કામો ભલે કરવામાં આવે અને નવીનીકરણના કામો ભલે કરવામાં આવે પણ ૨૫૦ વર્ષથી જુના ઐતિહાસિક કૂવામાંથી આ વિસ્‍તારના લોકો પાણી લઈ રહ્યા હોવાનું જણાવી અને આ કામગીરી આ લટકાવી છે અને કોઈપણ પ્રકારે આ કુવા ન તોડવા અંગેની માંગ કરવામાં આવી છે.

આ વિસ્‍તારના સ્‍થાનિક રહેવાસી ભાવેશ નકુમ દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે વઢવાણમાં પાણીની અનિયમિતતા છે ત્‍યારે સતવારા પરા વિસ્‍તારમાં પાણી ન મળતું હોવાના કારણે સ્‍થાનિક લોકો વપરાશ અને અન્‍ય ઢોર ઢાકરને પીવડાવવા માટેનું પાણી આ કૂવામાંથી લે છે જેને લઈને આ કુવા જો તોડી નાખવામાં આવશે તો પીવાના પાણી અને પશુઓને પીવડાવવાના પાણીની ગંભીર સમસ્‍યા સર્જાશે અને ૨૫૦ વર્ષ પહેલા વઢવાણ સ્‍ટેટ દ્વારા આ કુવાઓ બંધાવી દેવામાં આવ્‍યા છે ત્‍યારે તે તોડી પાડવા અંગેની કવાય શરૂ કરવામાં આવી છે ત્‍યારે અગામી સમયમાં જો કુવાઓ બુરી દેવામાં આવશે અને તેના ઉપર રોડ રસ્‍તાઓ બનાવવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે અને કામગીરી બંધ કરાવવામાં આવી છે.(

(1:17 PM IST)