<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

મોરબીના મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોને શ્રેષ્ઠ પારિતોષિક આપીને કરાયા સન્માનિત

મોરબીઃ રબારી સમાજના શિક્ષણ ક્ષેત્રે જ્વલંત સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ – યોજાયો હતો. રવિવારે શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા સમરસ ભવન, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોના પારિતોષિક સમારોહનો શુભારંભ પ્રારંભ વિદ્યાદેવી સરસ્વતી માતાના દીપ પ્રાગટ્ય અને પૂજ્ય સંતોના શુભાષિશ સાથે કરવામાં આવ્યો હતો. આ તકે પ.પૂ. જગદગુરુ નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ શ્રી કનીરામદાસજી મહારાજ (શ્રી વડવાળા મંદિર, દુધરેજધામ) વિશેષ ઉપસ્થિત રહીને તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. તેમજ પરમ આદરણીય શ્રી મેઘ મંડલેશ્વર રામબાલકદાસજી બાપુના પ્રતિનિધિ તરીકે સુંદરદાસજી બાપુ (કોઠારી, શ્રી વડવાળા મંદિર, દુધઈ) તથા પરમ આદરણીય શ્રી બંસીદાસજી બાપુના પ્રતિનિધિ તરીકે શ્રી મગનીરામદાસજી બાપુ (કોઠારી, શ્રી આપાગીગાની જગ્યા, મેસરિયા) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા. પૂજ્ય સંતોઍ ઉપસ્થિત રબારી સમાજને સંબોધિત કરતા કહ્નાં હતું કે, રબારી સમાજ વર્ષોથી પરંપરાગત રીતે પ્રકૃતિ સાથે આત્મીય નાતો ધરાવે છે. અગાઉ ભલે આ સમાજમાં ઓછું શિક્ષણ હોય તો પણ આ સમાજ સંસ્કાર અને ભવ્ય સંસ્કૃતિથી દેદીપ્યમાન છે. આવા દિવ્ય સંસ્કાર અને સાંસ્કૃતિક વારસામાં હવે સોનામાં સુગંધ ભળે ઍમ શિક્ષણનો સંગમ થતા રબારી સમાજ શિક્ષણથી સમૃદ્ધ થઈ રહ્ના છે અને હમણાંથી પેઢી દર પેઢી લોકોમાં શિક્ષણની ચેતનાનો સંચાર થતા સમાજના ઘણા લોકો શિક્ષણથી સમાજમાં મોભાદાર સ્થાન મેળવી રહ્ના છે અને હવે ઍક દાયકાથી શિક્ષણનો વ્યાપ વધ્યો તેમજ સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો બોર્ડ, યુનિ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉજ્જવળ સિદ્ધિ મેળવી હોય ઍ ગૌરવની વાત છે અને હવે જમાનો શિક્ષણ વિના માણસ પશુ સમાન ગણાશે તેથી સમાજના લોકોને તમામ જાતના કુરિવાજોને બેડીને બંધનમાંથી મુક્ત થઈ શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ આગળ આવી સમાજથી દેશનું ભલું કરવા માટે યોગદાન આપવાની હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ભુવાશ્રી લખમણઆતા (ખાનકોટડા) તથા ભુવાશ્રી સવાઆતા (અદેપર) પણ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમમાં મુખ્ય માર્ગદર્શક તરીકે શ્રીમતી રેખાબેન દેસાઈ ઉપસ્થિત રહ્ના હતા. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ, સંસ્કાર અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રબારી સમાજના ઍવા ઉચ્ચ અધિકારીઓ રહ્ના હતા જેમણે સરકારી સેવાઓમાં સમાજનું ગૌરવ વધાર્યું છે. મોરબીના ડી.વાય.ઍસ.પી. શ્રી જે. ઍમ. આલ, અમદાવાદના નિવૃત્ત ડી.વાય.ઍસ.પી. આઈ. ઍન. દેસાઈ તથા મોરબીના ઍસ.ટી.ઓ. જે. બી. દેસાઈ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કારકિર્દી નિર્માણ અને શાસકીય સેવાઓમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

(10:58 AM IST)