News of Tuesday, 16th June 2026
ગાંધીનગર કિસાન આંદોલનની ટ્રેક્ટર રેલીમાં ઉપલેટા શહેરના તાલુકા કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૧૬: ગાંધીનગર ખાતે રાજ્યભરના ખેડૂતોએ વિવિધ માગણી સાથે વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવેલ તેને ટેકો આપવા માટે ઉપલેટા કોંગ્રેસના આગેવાનો પણ ટ્રેક્ટર સાથે જોડાય છે. તેમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ લાખાભાઈ ડાંગર શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણભાઇ ભોપાળા તાલુકા પંચાયતના સદસ્યો ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા જયદેવસિંહ વાળા ગઢાડાના પૂર્વ સરપંચ નારણભાઈ આહીર સહિતના ઉપલેટા શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં જોડાઈ ગાંધીનગર ખાતે સરકાર વિરુદ્ધ દેખાવો કરી સૂત્રોચાર કર્યા હતા. (તસવીર ભોલુ રાઠોડ, ઉપલેટા)
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
