<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

સોમવતી અમાવસ્‍યાએ દ્વારકામાં પવિત્ર ગોમતી નદીમાં ડૂબકી લગાવી ભાવિકોએ પુણ્‍યનું ભાથુ બાંધ્‍યુ

મંગળા આરતી પહેલા જ સ્‍વર્ગ દ્વારે ભાવિકોની ભીડ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૧૬:  પાવન પુરૂષોત્તમ માસના અંતિમ દિને સોમવતી અમાવસ્‍યા હોય યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રધ્‍ધાળુઓએ આસ્‍થાભેર પવિત્ર ગોમતી નદીમાં ડૂબકી લગાવી પુણ્‍યનું ભાથું બાંધ્‍યુ હતું. વહેલી સવારે મંગળા આરતી પહેલાથી જ દ્વારકાધીશ મંદિરના સ્‍વર્ગ દ્વાર અને મોક્ષદ્વાર પર ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.(તસ્‍વીરઃ દિપેશ સામાણી- દ્વારકા)

(11:45 AM IST)