News of Tuesday, 16th June 2026
પેન્શનરોએ અનુભવો સંસ્કાર અને સેવા ભાવનાની જીવંત મૂર્તિઃ અર્જુનભાઈ મોઢવાડીયા
પોરબંદર જીલ્લા પેન્શનર સમાજનું વાર્ષિક અધિવેશન યોજાયું: ૭૫ વર્ષ પૂર્ણ કરનાર વડીલોનું સન્માન સંગઠન મજબુત હશે તો આપણા હક્ક આપ મેળે મળશેઃ રાજય પેન્શનર મંડળના પ્રમુખ ચંદુભાઈ જોષી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૬: પેન્સનરો એ અનુભવો, સંસ્કાર અને સેવા ભાવનાની જીવંત મૂર્તિ છે તેમ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જીલ્લા પેન્શનર સમાજના વાર્ષિક અધિવેશનમાં ઉપસ્થિત રહીને સંબોધનમાં જણાવ્યું હતું.
જિલ્લા પેન્શનર સમાજ દ્વારા જૂના ફુવારા પોલીસ વાર્ષિક જનરલ અધિ વેશન, તોહ મિલન અને વાર્ષિક પેન્શનરોના સન્માન સમારોહનું આયોજન કરવામા આવેલ હતું.
રાજ્ય પેન્શનર મંડળના પ્રમુખ શ્રી ચંદુભાઈ જોશીના અધ્યક્ષતામા યોજાયેલ આ જિલ્લા વાર્ષિક પેન્શનર અધિવેશનમા રાજ્ય પેન્શલ મંડળના અધ્યક્ષ શ્રી નિર્મળ સિંહ રાણા રાજકોટ જિલ્લા પેન્શન મંડળના ટ્રષ્ટિ, હરિત સિંહ જાડેજા, રાજકોટ જિલ્લા તિજોરી નિવળત અધિકારી નરેન્દ્રભાઈ વિઠ્ઠલાણી, જૂના ગઢ મંડળના ટ્રષ્ટિ મનુભાઈ ડાંગર, સુરેન્દ્રનગર પેન્સન મંડળના દિલીપ સિંહ પરમાર, જૂનાગઢ પેન્સન મંડળના મનુભાઈ ધાંધલ, સગર જ્ઞાતિ વંડીના પ્રમુખ શ્રી વજુભાઈ એરંડા પેન્શનરોના સેવા કર્મી અરવિંદભાઈ ચૌહાણ, કેળવણીકાર ડો એ. આર. ભરડા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યીને મંગળ દીપ પ્રગટાવીને આ જિલ્લા વાર્ષિક અધિવેશનને ખુલ્લું મકયું હતું.
અધિવેશનના પ્રારંભમા પોરબંદર જિલ્લા પેન્શનર સમાજના નવ નિયુક્ત પ્રમુખ પરબતભાઇ મોઢવાડીયા એ જિલ્લા મંડળની વિકાસ ગાથા અને મજબૂત સંગઠનઅને અધિવેશનની રૂપ રેખા પ્રસ્તુત કરી ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા. ગુજરાત પેન્શનર મંડળના પ્રમુખ શ્રી ચંદુભાઈ જોશી એ ઉદબોધન કરતા જણાવ્યુ કે આરોગ્ય સંસ્થાના સંગઠન મજબુત હશે, તો આપણા હક્ક આપ મેળે મળશે તેમણે આનંદમય જીવન જીવવાની શુભકામના પાઠવી હતી.
રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા એ જણાવ્યું હતું કે, નિવળત પેન્શનરો એ અનુભવ, સંસ્કાર અને સેવા ભાવનાની જીવંત મૂર્તિ છે આજે આ દેશ અને સમાજ જે વિકાસના માર્ગે વધી રહ્યો છે તેમાં આપનો પરિશ્રમના મહત્વના ફાળો છે વળક્ષોની મહતા અનેરી ગણાવી મકાનો બિલ્ડીંગો જર્જરિત બની પડી જાય પણ વળક્ષો અડીખમ ઉભા રહીને ઓક્સિજન આપતાં રહે છે પર્યાવરણનું જતન કરવા વળક્ષો વાવો ઉછેરી તેની માવજત કરવાનું આહવાન કરી તેમણે સૌનું ઉત્તમ આરોગ્ય, લાંબુ આયુષ્ય અને આનંદમય જીવનની શુભેચ્છાઓ આપી હતી.
રાજ્યના પેન્શનર મંડળના અધ્યક્ષ શ્રી નિર્મળ સિંહ રાણા એ જણાવ્યું હતું કે, પેન્શનરો એ પેન્શન નિયમિત મળે છે તે મહત્વનું છે પેન્શન અંગે તમો ચિંતા મુક્ત રહો તમારી ચિંતા રાજ્ય મંડળના હોદેદારો કરશે તેમણે બહોળી સંખ્યામા પેન્શન નરો ઉમટયા તે માટે મંડળના પ્રમુખ શ્રી પરબતભાઈ મોઢવાડીયાને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યના પેન્શનર મંડળના હોદેદાર શ્રી હરિતસિંહ જાડેજા એ પાંચમા પગાર પંચ, કોમ્યુનિટી પેંશનની કપાત પંદર વર્ષને બદલે ૧૨ વર્ષ પરત કરવામા સફળતા મળી છે તેમણે ૮ મા પગાર પંચ, વીમા અકસ્માતની વિગતે છણા વટ કરી હતી.
કેળવણી કાર ડો.ઈશ્વરભાઈ ભાઈ ભરડા એ આજે જેનું સન્માન થયું તેઓ વયો વળદ્ધ નહિપણ જ્ઞાન વળદ્ધ થયાં છે અનુભવ વળદ્ધ થતો નથી અનુભવ સમાજની મોટી સંપતિ છે.
વિશેષ તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલા પોરબંદરના વતની અને રાજકોટના નિવળત જિલ્લા તિજોરી અધકારી શ્રી નરેન્દ્રભાઈ વિઠ્ઠલાણી એ કોમ્યુનિટી પેન્સન, કુટુંબ પેંશન, તબીબી સારવારમા આરોગ્ય કાર્ડ, આઠમા પગાર પંચની વિગતે છણા વટ કરી સોસીયલ મીડિયાના સમાચારથી બચવાં અનુરોધ કર્યો હતો.
આ અધિવેશન દરમિયાન ચાલુ વર્ષે ૭૫ વર્ષની ઉંમર પૂર્ણ કરનાર જિલ્લાના ૧૫ જેટલાં વરિષ્ઠ પેન્શનરોનું મહાનુભાવો હસ્તે પુષ્પ ગુચ્છ સાથે શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવેલ હતું તદ્દ ઉપરાંત કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના ગુરુ મોઢવાડા ગામની સ્કૂલના નિવળત શિક્ષક ૯૯ વર્ષની આયુ ધરાવનાર શ્રી ધરમદાસ દુધરેજીયા તેમજ શિક્ષક શ્રી ગોરધનભાઈ શિંગડીયાને શાલ ઓઢાડી ગુરુ વંદના કરી ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી.
આ વર્ષોથી પેન્સરોની સેવા કરનાર સેવા કર્મી શ્રી પરબતભાઈ મોઢવાડીયાની સર્વાનુમતે જિલ્લા પેન્શન મંડળના નવ નિયુક્ત પ્રમુખ તરીકેઅને અન્ય હોદેદારો ઉપ પ્રમુખ વજુભાઇ એરંડા, મહા મંત્રીશ્રી અરવિંદભાઈ ચૌહાણની વરણી થતા રાજ્ય પેન્શન મંડળના પ્રમુખ ચંદુભાઈ જોશીના હસ્તે સન્માન અપાયું હતું.
કાર્યક્રમનું સંચાલન સિમીર હાઈસ્કૂલના નિવળત આચાર્ય રાય દે ભાઈ મોઢવાડીયા એ તથા આભાર દર્શન સેવા કર્મી શ્રી અરવિંદભાઈ ચૌહાણ એ કર્યું હતું પેન્સનર સમાજના દસ જેટલાં દાતાઓના રૂપિયા ૫૦૦૦ હજાર લેખે આર્થિક સહયોગ આપનાર દાતા ઓને બિરદાવવામા આવ્યા હતા. જિલ્લાના મંડળના સદ્દગત પેન્શન નરોના નિધન નિમિતે સર્વે ઉભા થઇ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કરવાં આવેલ હતા.
આ કાર્યક્રમમા સમાજ શ્રેષ્ઠિ સર્વ શ્રી પેન્શન મંડળ રાણા વાવના પ્રમુખ શ્રી ઠાકરભાઈ, પ્રોફસર ડો.એમ એમ જોશી, નવઘણભાઈ મોઢવાડીયા, રેખા બેન, વિરમ ભાઈ સહીતના જિલ્લા ભરમાંથી પેન્શનરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા જિલ્લા મંડળના પ્રમુખ પરબત ભાઈ મોઢવાડીયા, ઉપ પ્રમુખ વજુભાઈ એરંડા મહા મંત્રી અરવિંદભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ હરસુખભાઈ થાનકી વજશીભાઈ બાપોદરા, હરીશભાઈ વાળા દિલીપ ભાઈ ખૂંટી સહીતના હોદેદારો એ જહેમત ઉઠાવી હતી.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
