<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

જામનગરમાં 31 જુલાઈ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ:જિલ્લામાં ચોમાસા સુધી પાણીની તંગી નહીં રહે

હાલ કોઈ મોટા ગામમાં ગંભીર પાણી સમસ્યા નોંધાઈ નથી :જો પાણીની તંગી પડશે તો સૌની યોજનાથી નર્મદાનું પાણી ડેમમાં છોડાશે.

જામનગર જિલ્લામાં ચોમાસા સુધી પાણીની તંગી નહીં રહે તેવુ આયોજન કર્યું હોવાનો પાણી પુરવઠા વિભાગનો દાવો છે. હાલમાં જામનગર જિલ્લાના 217  ગામોને નર્મદા આધારિત પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ૫૪ ગામોમાં સ્થાનિક ડેમ આધારિત યોજનાઓ કાર્યરત છે, જ્યારે ૧૫૫ ગામો પોતાના સ્થાનિક જળસ્ત્રોતો દ્વારા પાણીની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે. 

  તંત્રના જણાવ્યા પ્રમાણે તમામ વિસ્તારોમાં નિયમિત પાણી વિતરણ થઈ રહ્યું છે અને હાલ કોઈ મોટા ગામમાં ગંભીર પાણી સમસ્યા નોંધાઈ નથી. સસોઇ ડેમ, ફુલઝર ડેમ અને આજી-૩ અને રણજીતસાગર જળાશય પાણીના મહત્વના સ્ત્રોત છે..હાલ જામનગરમાં 31 જુલાઈ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ જો વરસાદ ખેંચાશે તો પાણીની તંગી પડી શકે છે. આ અંગે સિંચાઈ વિભાગે કહ્યું કે જો પાણીની તંગી પડશે તો સૌની યોજનાથી નર્મદાનું પાણી ડેમમાં છોડાશે.

(6:35 PM IST)