<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

સુરેન્‍દ્રનગરના આરટીઓ વિભાગના અધિકારીઓએ માનવતા મહેકાવી

૧૨ કોમર્સની પૂરક પરીક્ષા આપવામાં વિદ્યાર્થીની અન્‍ય શાળાએ પહોંચ્‍યાઃ આરટીઓ વિભાગના અધિકારીઓએ મૂળ શાળાએ પહોંચાડી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૭: હાલના તબક્કામાં બોર્ડની પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે જેમાં ધોરણ ૧૨ ની પૂરક પરીક્ષામાં સામાન્‍ય પ્રવાહમાં આંકડાશાષનું પેપર હતું અને આ દરમિયાન ગામડેથી વાઘેલા રાકેશભાઈ પોતાની દીકરીને પરીક્ષા આપવા સુરેન્‍દ્રનગર ખાતે આવ્‍યા હતા પરંતુ રીસીપ્‍ટમાં કેન્‍દ્ર અને શાળા બંને જોવામાં ભૂલ થઈ અને સુરેન્‍દ્રનગરની દયામય માતા શાળામાં વિદ્યાર્થીનીને પરીક્ષા આપવા માટે તેના પિતા લઈ ગયા.

પરંતુ ત્‍યાં દયામય માતા શાળામાં જતા અને ત્‍યાં તપાસ કરવામાં આવતા આ વિદ્યાર્થીનીનો ત્‍યાં નંબર નહીં પરંતુ ૬૦ ફૂટની રોડ ઉપર આવેલી આર એ પટેલ ગર્લ્‍સ હાઇસ્‍કુલ માં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું હતું આ દરમિયાન પરીક્ષા ઇન્‍ચાર્જ તરીકે આરટીઓ અધિકારી એમડી પાનસેરીયા ને આ શાળામાં મૂકવામાં આવ્‍યા હતા તેમના દ્વારા પોતાની સરકારી કાર અને ડ્રાઇવર વિદ્યાર્થીની ને મૂકવા માટે મોકલવામાં આવ્‍યો હતો અને તાત્‍કાલિક ત્‍યાં પરીક્ષા કેન્‍દ્ર સુધી પહોંચે તે અંગે વ્‍યવસ્‍થા કરાવવામાં આવી હતી..

જોકે આરટીઓ વિભાગના અધિકારીઓ પણ વિદ્યાર્થીનીને મૂકવા માટે મૂળ કેન્‍દ્ર અને શાળાએ પહોંચ્‍યા હતા અને ત્‍યાં વિદ્યાર્થીનીને સમયસર પહોંચાડી અને બોર્ડનું પેપર અપાવવામાં આવ્‍યું હતું અને આ કામગીરી કરી અને આરટીઓ અધિકારીઓ દ્વારા માનવતા મહેકાવામાં આવી છે અને વિદ્યાર્થીને સમયસર કેન્‍દ્ર ઉપર પહોંચાડી અને બોર્ડની પરીક્ષા આપવામા આવી છે. 

(10:40 AM IST)