તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 17th June 2026
સુરેન્દ્રનગર સબજેલમાં ઝડતી સ્કોડના દરોડા બાદ સબજેલના જેલરની તાત્કાલિક ધોરણે બદલી
ઝડતી સ્કોડ દ્વારા જેલમાં દરોડા દરમ્યાન ૫ મોબાઈલ અને અન્ય અનઅધિકૃત વસ્તુઓ જેલની બેરેકો માંથી ઝડપી લેવામાં આવી હતીઃ સબજેલ સામે આવેલી પ્રોવિઝન સ્ટોર ની દુકાનમાંથી અનઅધિકૃત વસ્તુઓ જેલમાં પહોંચાડવાનું નેટવર્ક ચલાવની શંકા મુદ્દે પણ તપાસ શરૂ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૭: સુરેન્દ્રનગરની સબજેલ પોતાની કામગીરીને લઈ અને વારંવાર વિવાદમાં આવતી હોય છે ત્યારે ત્રણ દિવસ પહેલાં સુરેન્દ્રનગરની સબ જેલમાં ગાંધીનગર ઝડતી સ્કોડની ટીમ દ્વારા ચેકિગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન જેલની અંદરથી પાંચ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા અને અલગ અલગ બેરેકમાંથી અનઅધિકૃત વસ્તુઓ પણ મળી આવી હતી જેને લઈને હવે આ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને બીજી તરફ જેલ અને સુધારાત્મક વહીવટ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક કે.એલ.એન રાવ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરી અને સબ જેલના જેલર ફિરોજખાન મલેકની બદલી કરી નાખવામાં આવી છે અને રાજકોટ સબજેલ ખાતે મૂકી દેવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર સબજેલના મુખ્ય જેલરની તાત્કાલિક બદલી કરવામાં આવતા ચકચાર ફેલાઈ જવા પામ્યો છે. સબ જેલની અંદર વારંવાર અંદરો અંદર કેદીઓ વચ્ચે મારામારી અને મોબાઈલ ફોન અને અનઅધિકૃત વસ્તુઓ મળી આવતી હતી પરંતુ ત્યારબાદ ગાંધીનગરની ટીમ દ્વારા દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને સબજેલના જેલર એફ઼એસ.મલેકને રાજકોટ મધ્યસ્થ જેલમાં બદલી કરી અને મૂકી દેવામાં આવ્યા છે.
જેલ અને સુધારાત્મક વહીવટ ગુજરાત રાજ્યના પોલીસ મહાન નિર્દેશક કે.એલ.એન રાવ દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ટૂંક સમયની અંદર સબ જેલમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓની પણ બદલી થવાના એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે ત્યારે હાલ સબજેલનો ચાર્જ એ.આર.હાલ પર આને સોંપવામાં આવ્યો છે.અને આગળ કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.
સબજેલની સામે આવેલી પ્રોવિઝન સ્ટોરની દુકાનમાંથી ગેરકાયદેસર વસ્તુઓ સબ જેલમાં મોકલવાની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની શંકા - દુકાનદારકના સીસીટીવી કેમેરાઓ અને જેલના સીસીટીવી કેમેરાઓ ટૂંક સમયમાં ચેક કરી અને કાર્યવાહી કરવામાં આવશે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
