News of Wednesday, 17th June 2026
અસામાજિક તત્વ દ્વારા બનાવાયેલ હાઇવે હોટેલનું દબાણ દૂર કરી કચ્છની આડેસર ચેકપોસ્ટ ઉપર બનશે નવું પોલીસ સ્ટેશન
વન વિભાગની જમીન ઉપર હારૂન અયુબ હિંગોરજાની સહારા હોટેલ તોડી પાડી, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની જાત દેખરેખમાં હાથ ધરાયું ઓપરેશન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૭: કચ્છના પ્રવેશદ્વાર આડેસર ખાતે રાધનપુર સામખીયારી હાઈવે પર વન વિભાગ ની કચેરી પાસે સહારા હોટલ કે જે સરકારી જમીન પર દબાણો કરી બનાવવા મા આવી હતી. તે હારુન અયુબ હિંગોરજા નામ ના ગુનેગારની માલિકીની હતી. જે જમીન પરનું દબાણ દુર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.
આશરે દશ હજાર ચોરસ મીટર જમીન પર દબાણો કરી હોટલ બનાવવા મા આવી હતી. આ જમીન પર આડેસર પોલીસ સ્ટેશન નું નવું બિલ્ડિંગ બનાવવા માટે પોલીસ દ્વારા સરકાર તથા જિલ્લા કલેકટર પાસે માંગણી કરવામાં આવી હતી. જે મંજુર થઈ જતાં આજે આ જમીન નો કબજો મેળવી આડેસર પોલીસ સ્ટેશન બનાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી સ્થળ પર પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર આડેસર પીઆઈ જે.બી આચાર્ય સહિત ના પોલીસ કર્મચારીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને નવા પોલીસ સ્ટેશન માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીં અતિ આધુનિક તથા પોલીસ કર્મચારીઓ માટે તમામ સુવિધાઓ થી સજ્જ પોલીસ સ્ટેશન બનાવવા મા આવશે જેમાં પીઆઇ ચેમ્બર લોકઅપ સ્ટાફ રુમ ક્રાઈમ રેકર્ડ રુમ પીએસઓ રુમ સહિત ની વિવિધ કામગીરી તથા વિશાળ કમ્પાઉન્ડ તથા ગાર્ડન બનાવવા મા આવશે. આ કામગીરી ટુંક સમયમાં પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવશે. હાઈવે ઉપર પોલીસ સ્ટેશન બનાવવામા આવશે એટલે હાઈવે પેટ્રોલીંગ તથા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ પોલીસ સ્ટેશન ખૂબ ઉપયોગી થશે. (તસવીર,વીડિયોઃ મુકેશ રાજગોર, રાપર)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
