News of Wednesday, 17th June 2026
ભુજ નજીક હીટ એન્ડ રનમાં પતિ અને બે સંતાનોને ઈજા,પત્નીનું મોત
ભુજોડી ઓવરબ્રિજનું નબળા બાંધકામથી અકસ્માતો વધ્યા, બે માસૂમ બાળકોની નજર સામે જ માતાના મોતથી કરૂણ કલ્પાંત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૭: ભાજપના રાજમાં સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ રોડ રસ્તાના બાંધકામની, ઓવરબ્રિજ પુલની નબળા બાંધકામની બુમરાણ સામાન્ય બની ગઈ છે જે ઘણી જગ્યાએ અકસ્માતનું નિમિત્ત બની રહી છે. ભુજથી ગાંધીધામ, ભચાઉને જોડતા મુખ્ય હાઇવે ઉપર ભુજોડી ગામ પાસે ઓવરબ્રીજ ઉપર અજાણ્યા વાહને સ્કૂટર ઉપર જતા પરિવારને ટક્કર મારતા હીટ એન્ડ રનના કરૂણ બનાવમાં દંપતિ ખંડિત થયું હતું. માધાપરના રામાશંકર કશ્યપ બાઇક ઉપર પત્ની રેશ્માબેન અને બે બાળકો ૫ વર્ષના રોનક, ૧ વર્ષના સાહિલ સાથે લાખોંદ ગામે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમને હડફેટે લેતા ૨૫ વર્ષીય રેશમાબેન નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, પતિ અને બે માસૂમ બાળકોની નજર સામે માતાના મોતના બનાવને પગલે અકસ્માત સ્થળે કરૂણ કલ્પાંત સર્જાયો હતું. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી અજાણ્યા વાહનની તપાસ હાથ ધરી છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
