News of Wednesday, 17th June 2026
કચ્છના ભચાઉમા ૩.૨ ની તીવ્રતાનો ભૂકંપ
કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૧ કિમી દુર ઉત્તર-પશ્ચિમે નોંધાયુ : બપોરે 12:39 વાગ્યે અનુભવાયો ધરતીકંપ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : કચ્છ જિલ્લામાં આજે બપોરે ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા, ગાંધીનગરના રેકોર્ડ મુજબ તા. 17-06-2026ના રોજ બપોરે 12:39:35 IST કલાકે કચ્છના ભચાઉથી 11 કિમી ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો.
રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 મેગ્નિટ્યુડ માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 23.396 અને રેખાંશ 70.337 પર નોંધાયું હતું. 3.2ની તીવ્રતાના કારણે આંચકો હળવો હોવાથી મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. સ્થાનિક લોકોએ માત્ર થોડી સેકન્ડ માટે જ ધરતીકંપનો અનુભવ કર્યો હતો.
કચ્છનો આ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ ઝોન-5માં આવે છે. 2001ના વિનાશકારી ભૂકંપ બાદ અહીં સમયાંતરે હળવા આંચકા નોંધાતા રહે છે. તંત્ર દ્વારા હાલ કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાનના અહેવાલ નથી.
નિષ્ણાતોના મતે 3.0થી 4.0ની વચ્ચેનો ભૂકંપ સામાન્ય રીતે નુકસાનકારક હોતો નથી, પરંતુ લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
