News of Tuesday, 4th August 2026
જૂનાગઢમાં દૂધના ટેન્કરની અડફેટે એક્ટિવા ચાલક વૃદ્ધનું મોત
વળદ્ધના મોત બાદ ભાગવા જતા ચાલકને પોલીસે દબોચી લીધો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૦૪: શહેરના અત્યંત ધમધમતા ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેફામ ઝડપે આવી રહેલા દૂધના ટેન્કરના ચાલકે આગળ જઈ રહેલા એક્ટિવા સવાર વળદ્ધને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
આ જોરદાર ટક્કરમાં એક્ટિવાચાલક ૬૭ વર્ષીય ભાણજીભાઈ ઓધવજી પીઠડીયાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જીને ટેન્કરચાલકે સ્થળ પરથી વાહન ભગાડીને ફરાર થઈ જવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
જોકે, બનાવ અંગે જાણ થતાં જ આસપાસમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમે ત્વરિત પીછો કરીને ટેન્કરચાલકની અટકાયત કરી લીધી હતી.
ઘટનાને પગલે માર્ગ પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
પોલીસે મળતક ભાણજીભાઈના પાર્થિવ દેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને પરિવારજનોને જાણ કરી ટેન્કરચાલક સામે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
