News of Tuesday, 4th August 2026
વિકસિત ભારત- ૨૦૪૭ના સંકલ્પ માટે યુવાનો નશા મુકત રહેઃ અર્જૂનભાઇ
પોરબંદરમાં કેબીનેટ મંત્રી અર્જૂનભાઇ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ‘માય ભારત' અભિયાન હેઠળ યુવાનોએ નશામુકત ભારતના સંકલ્પ લીધા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૪: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'નો પ્રારંભ સાથે પોરબંદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા રહીને ઉપસ્થિત
૨૦૪૭ના વિકસિત ભારતના સંકલ્પ માટે યુવાનો નશામુક્ત રહે તે સમયની જરૂરિયાતઃ હોવાનું અને નશો નવા યુગનો છૂપો દુશ્મન તથા યુવાનો જ દેશના વિકાસની સૌથી મોટી તાકાત હોવાનું પ્રવચનમાં જણાવ્યું હતું.‘માય ભારત' અભિયાન હેઠળ કાર્યક્રમમાં યુવાનોએ લીધો નશામુક્ત ભારતનો સંકલ્પ લીધા હતા.
પોરબંદર, તા.૨: માય ભારત દ્વારા દેશવ્યાપી ‘‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન''નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી શુભારંભ કાર્યક્રમ અનુસંધાને પોરબંદર ખાતે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ યુવાનોને સંબોધતાં જણાવ્યું હતું કે ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં યુવાશક્તિ સૌથી મોટી તાકાત છે. તેમણે કહ્યું કે અગાઉની પેઢીએ વીજળી વગરનો સમય, રેડિયો અને લેન્ડલાઈન ફોન જેવી મર્યાદિત સુવિધાઓનો યુગ જોયો હતો, જ્યારે આજે મોબાઇલ, કમ્પ્યુટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક સાધનોને કારણે વિશ્વનું જ્ઞાન દરેક યુવાનની આંગળીના ટેરવે ઉપલબ્ધ બન્યું છે. આ તકનો ઉપયોગ પોતાના વ્યક્તિત્વ અને દેશના વિકાસ માટે કરવો જોઈએ.
વધુમાં અર્જૂનભાઇ એ તેમણે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના નેતળત્વ હેઠળ ચાલતી ‘‘માય ભારત'' પહેલ યુવાનોને વિકાસની મુખ્ય ધારામાં જોડવા માટે મહત્વપૂર્ણ બની રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે યુવાનોને મહેનત, શિસ્ત અને સંકલ્પના બળથી પોતાના સપનાઓ સાકાર કરવા તથા દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત યુવાનો દ્વારા નશામુક્ત રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો તેમજ યુવાઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમમાં મેયર સાગરભાઇ મોદી, ભાનુપ્રકાશ સ્વામી, જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર ટી. સી. તીરથાણી, માય ભારતના ઉપનિર્દેશક નવીન ગુલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ હર્ષભાઈ ગોહિલ જિલ્લા યુવા મોરચા મહામંત્રી હર્ષભાઈ રૂઘાણી ધવલભાઈ ઓડેદરા તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને માય ભારતના વોલન્ટિયરો ઉપસ્થિત રહ્યા હતા.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
