<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

સુરેન્‍દ્રનગર જીલ્લાના સસ્‍તા અનાજના ૧૦ પરવાના રદ બાદ દંડની રકમ ન ભરતા હવે થશે કાર્યવાહી

બોગસ ઓટીપી પાડી અને અનાજ સગેવગે કરવા બદલ ૮૦ લાખથી લઈ ૯૦ હજાર સુધીના દંડ

વાંકાનેરમાં શિવાલય શેલ્‍ટર હોમનું માનવતાભર્યું સેવાકાર્યઃ વાંકાનેરઃ શિવાલય શેલ્‍ટર હોમ નિરાધાર, અસહાય અને જરૂરિયાતમંદ લોકોને આશરો, સન્‍માન અને આત્‍મીયતા સાથે જીવન જીવવાની તક પૂરી પાડી માનવસેવાનું અનોખું કાર્ય કરી રહ્યું છે. ભોજન, યોગ, આરોગ્‍ય તપાસ કેમ્‍પ, તહેવારોની ઉજવણી, સાંસ્‍કળતિક કાર્યક્રમો અને ધાર્મિક-પ્રકળતિ પ્રવાસ જેવી પ્રવળત્તિઓ થઇ રહી છે.(તસ્‍વીર-અહેવાલઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૪ : સુરેન્‍દ્રનગર જિલ્લાના ૨૯ જેટલા સસ્‍તા અનાજના દુકાનદારો ઉપર એપ્રિલ ૨૦૨૨ ના રોજ ચેકિંગ દરમિયાન ગેરરીતી જોવા મળી હતી તે સમયના તત્‍કાલીન જિલ્લા પુરવઠા વિકાસ અધિકારી દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં બોગસ ઓટીપીનો ઉપયોગ કરી અને અનાજ સગે વગે કરવામાં આવતા હોવાનું કૌભાંડ ઝડપાયું હતુ આ અંગે પુરવઠા વિભાગના ક્‍લાર્કને સસ્‍પેન્‍ડ પણ કરવામાં આવ્‍યો હતો અને તેના ઉપર કાર્યવાહી પણ ચાલી રહી છે તે દરમિયાન ૨૯ જેટલી સસ્‍તા અનાજની દુકાનદારોના પરવાનાઓ રદ કરવામાં આવ્‍યા હતા પરંતુ આ દુકાનદારો કોર્ટમાંથી સ્‍ટે. લઈ આવ્‍યા હતા ત્‍યારે હવે કોર્ટ દ્વારા આ કેસ રીન્‍યુ કરી અને તે ઉઠાવી લેવામાં આવ્‍યો છે ત્‍યારે કોર્ટમાં તે મળી ગયા બાદ પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલા દંડની રકમ આજ દિન સુધી સસ્‍તા અનાજના દુકાનદારો દ્વારા ચૂકવવામાં આવી નથી જેને લઇને હવે તેના ઉપર પણ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્‍યા છે.

જેમાં સુરેન્‍દ્રનગર પુરવઠા વિભાગ દ્વારા ૧૦ જેટલી સસ્‍તા અનાજની દુકાનોના પરવાના કાયમી માટે રદ કરી નાખવામાં આવ્‍યા છે અને દંડની રકમ ભરપાઈ કરવાના આદેશ પણ આપવામાં આવ્‍યા છે અને જુઓ દંડની રકમ નહીં ભરે તો તેમના ઉપર વધુ કડક કાર્યવાહી થશે જેમાં બાબુરામ સિંહ સુરેલા જેને ૮૦ લાખ રૂપિયાનો દંડ,  ડાભી રસિકભાઈ ભોપાભાઈ  ૪૧ લાખ રૂપિયાનો દંડ, રંભાબેન દયારામભાઈ રાઠોડ ૪.૭૩ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

આ ઉપરાંત લખતર તાલુકામાં  દુકાનદાર નિલેશભાઈ પૂજારાને પણ ૯૪ હજાર  વઢવાણમાં આવેલી પરમાર કિશનભાઇ કેશુભાઈની સસ્‍તા અનાજના દુકાનદારને ૬.૮૨ લાખ રૂપિયાનો દંડ, મકવાણા સોમાભાઈ ને પણ ૨.૨૨ લાખ , આ ઉપરાંત સુરેન્‍દ્રનગર શહેરમાં કામદાર હિતેશકુમાર ને ૧૭.૩૮ લાખ રૂપિયા,  કનૈયાલાલ વરલાણી ૧.૫૪ લાખ રૂપિયા, જીવનધારા કન્‍ઝ્‍યુમર જેના સંચાલક ફારુકભાઈ બ્‍લોચને ૭.૪૧ લાખ, ચાવડા રણછોડભાઈને ૧૯.૮૦ લાખ રૂપિયા, શાયરાબેન સૈયદને ૧૬.૨૨ લાખ રૂપિયા અને લાલવાણી કમલેશ ને ૧૬.૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

આ ઉપરાંત રાજપર ગળહ સહકારી મંડળી જેના સંચાલક મકવાણા ગોવિંદભાઈને પણ ગેરરીતી બદલ અને સસ્‍તા અનાજ સગેવગે  કરવા બદલ ૧૧.૮૦ લાખ રૂપિયાનો, ભરતભાઈ સોલંકીને પણ ૫.૩૯ લાખ રૂપિયા તેમજ કુરેશી નિઝામભાઈને પણ ૪.૫૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

આ ઉપરાંત ૧૦ જેટલા સસ્‍તા અનાજના દુકાનદારોના પરવાના ૯૦ દિવસ સુધી મોકુફ રાખવામાં આવ્‍યા છે અને અપીલ બાદ તેનો નિર્ણય કરવામાં આવશે કોર્ટ દ્વારા જે પણ આ મુદ્દે આદેશ આપવામાં આવશે ત્‍યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલના તબક્કામાં ૦૩ મહિનાનો ૧૦ જેટલા સસ્‍તા અનાજના દુકાનદારોને સમય આપવામાં આવ્‍યો છે અને આ અંગે પણ હવે ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે જો કે આ તમામ દુકાનદારો દ્વારા દંડની રકમ ભરવામાં આવી નથી ટૂંક સમયમાં મિલકત જપ્ત થાય તે પ્રકારની ચર્ચા પણ સેવાઈ રહી છે.

ત્‍યારે રસ્‍તા અનાજના દુકાનદારો ઉપર કાર્યવાહી મુદ્દે કલેક્‍ટરમાં અપીલમાં જવાનું હોય તેમના સ્‍થાને સસ્‍તા અનાજના દુકાનદારો બાદ ખોટા ઓટીપી નો ઉપયોગ કરી અને એનાજ સંગેવગે કરવાનું કૌભાંડ આચારવામાં આવ્‍યું છે તે બદલ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્‍યા છે અને કલેક્‍ટરમાં અપીલમાં આ લોકો ન ગયા હોવાનું પણ સામે આવ્‍યું છે પરંતુ ટૂંક સમયમાં  પુરવઠા વિભાગ મહત્‍વનો નિર્ણય લઇ અને કડક કાર્યવાહી કરી શકે તે પ્રકારની શકયતાઓ પણ સેવાઈ રહે છે.

(11:30 AM IST)