News of Tuesday, 4th August 2026
મોરબીમાં કચ્છ સરહદી રેન્જ ટીમનો દરોડોઃ કોંગ્રેસ અગ્રણી જયેશ કાલરીયા સહિત ૪ જુગાર રમતા ઝડપાયા
રૂા.૧.૮૫ લાખ રોકડા, મોબાઇલ વાહનો સહિત રૂા.૫.૨૪ લાખનો મુદામાલ જપ્ત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૪: મોરબી સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી ઓફિસમાં ધમધમતા જુગાર ધામ પર સરહદી રેન્જ ટીમે રેડ કરી જુગાર રમતા કોંગ્રેસ અગ્રણી સહિત ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧.૮૫ લાખ તેમજ ૪ મોબાઈલ અને બે વાહન સહિત કુલ રૂ. ૫.૮૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે મોરબી જિલ્લો માહિતી
સરહદી રેન્જ ટીમે બાતમીને આધારે ઘૂંટુ ગામની સીમમાં આવેલી ઘૂંટુ રોડ પરની રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં રેડ કરી હતી ઓફિસમાં જુગાર રમતા જગદીશભાઈ ભગવાનજીભાઈ અઘારા, શૈલેષભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ સનારીયા, યોગેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ અને જયેશ શાંતિલાલ કાલરીયા (કોંગ્રેસ અગ્રણી) એમ ચારને ઝડપી લીધા હતા.
પોલીસે રોકડ રૂ ૧,૮૫,૩૦૦ અને ૪ મોબાઈલ કિંમત રૂ. ૧૪,૦૦૦ તેમજ બે વાહન કિંમત રૂ. ૩,૨૫,૦૦૦ સહિત કુલ રૂ. ૫,૨૪,૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી સરહદી રેન્જ ભુજના મ્હે. પોલીસ મહાનીરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી બોર્ડર રેન્જની સુચના અન્વયે એલ.પી. બોડાણા, પો.ઇન્સ.ક્રાઇમ-ર બોર્ડર રેન્જ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એ.પી. વાઘેલા, એએસઆઇ રસીકભાઇ મનસુખભાઇ પટેલ, એચસી અનિરૂધ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજા, એચસી પૃથ્વીરાજસિંહ ભાવુભા જાડેજા, એચસી મોહિતભાઇ કલ્યાણજીભાઇ ચાવડાએ કરી છે
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
